વાપી મહાનગર પાલિકા માં મેયર માટે ઓબીસી મહિલા અનામત બેઠક 

On: April 29, 2026 6:47 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

દરેક ના મુખે એક જ સવાલ કોણ બનશે વાપી મહાનગર પાલિકાની મેયર 


વાપી મહાનગર પાલિકા માં ચુંટણી માં 37 બેઠક ભાજપે કબજે કરી છે અને 11 કોંગ્રેસે મેળવી છે ત્યારે વાપી મહાનગર પાલિકા માં હવે મેયર કોણ બનશે તેનું ઘમ્મર વલોણું શરૂ થયું છે આંતરિક ચર્ચા ના દોર શરૂ થઈ ચૂક્યા છે ત્યારે ઓબી સી મહિલા જેઓ વિજેતા બની તેમ કુલ 6 મહિલાઑ ઓબીસી અનામત બેઠક ઉપર થી ભાજપ માં વિજેતા બની છે

ત્યારે વાપી મનપા ની મેયર કોણ બનશે તે ચર્ચા શરૂ થઈ છે સ્થાનિક લોકો પાસે મળતી માહિતી અનુસાર વાપી મનપા માં અઢી વર્ષ ના કાર્યકાળ માં માટે મેયર નક્કી થસે ભાજપે 37 બેઠકો કબજે કરી છે તેમજ 4 અપક્ષ પણ સમર્થન કર્યું છે ત્યારે 41 બેઠક હવે ભાજપ મનપા માં બિરાજસે અને ઓબી સી અનામત મહિલા મેયર બનશે જોકે ઓબીસી મહિલા બેઠક ઉપર થી કુલ 6 મહિલા ભાજપ માંથી ચૂંટાઈ આવી છે

જેમાં વોર્ડ નંબર 1 માંથી ભૂમિકા પટેલ વોર્ડ નંબર 6 માંથી મિત્તલ નંદાણિયા, વોર્ડ નંબર 1 માંથી ઉન્નતિ પટેલ, વોર્ડ નંબર 6 માંથી કવિતા દૂધઈયા વોર્ડ નંબર 4 માંથી દક્ષા બેન પટેલ, વોર્ડ નંબર 8 માં પ્રિયંકા કહાર નામો છે જે પૈકી એક મહિલા ની નામની પસંદગી કરવામાં આવશે જે માટે હાલ તો ભારે ચર્ચા ચાલી રહી છે

એમાં પણ ત્રણ નામો ભારે ચર્ચા માં છે જેના ઉપર ભાજપ મનપા મેયર નું પદ આપી શકે છે જેમાં મિત્તલ નંદણિયા, પ્રિયંકા કહાર, અને ભૂમિકા પટેલ ના નામો ચર્ચા જોર ઉપર છે જોકે હવે ભાજપ મોવડી મંડળ કોના નામ ઉપર કળશ ધોળે એ તો સમય બતાવશે પંરતુ ઉપરોક્ત નામો પૈકી એક મહિલા વાપી ની પ્રથમ મહાનગર પાલિકા ની મેયર બની ઇતિહાસ સર્જી દેશે એ વાત નક્કી છે

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!