ફાયર વિભાગની સમયસૂચકતા ને કારણે મોટી હોનારત થતા ટળી ગઈ,કન્ટેનર ના કેબિન માં આગ લાગી ..કન્ટેનર બ્રિજ ની રેલીંગ તોડી બહાર લટકતું રહ્યું અને આગ ની જ્વાળા ફેલાતી રહી

મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે ઉપર આજે વિચિત્ર અકસ્માત ની ઘટના અને આગ ની ઘટના સામે આવી છે .વાપી મામુ ચ્હા હોટલ ની સામે આવેલ ઓવર બ્રિજ ઉપર થી પસાર થતા એક ગેસ ભરેલ કન્ટેનર ટેન્કર અને આઇશર ટેમ્પો વચ્ચે અકસ્માત બાદ કોઈ કારણ સર કન્ટેનરના કેબિન માં આગ લાગતા દોડધામ મચી ગઈ જોકે આગ ની ઘટના ને લઈ ને ચાલક હેમખેમ બહાર નીકળી ગયો પરંતુ કન્ટેનર આગળ આવી બ્રિજ નું ડીવાઈડર કૂદી ને કેબિન બ્રિજ ની દીવાલ ઉપર અધવચ્ચે લટકી રહ્યું અને આગ લાગતા દોડધામ મચી ગઈ ઘટના બનતા બ્રિજ ની નીચે નો સર્વિસ રોડ બંધ કરાવવા માં આવ્યો સાથે જ નોટીફાઇડ ફાયર વિભાગ ની ટીમ ઘટન સ્થળે પહોંચી જતા આગ ની કાબુમાં લેવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો ફાયર વિભાગ ની ટીમ ની સમય સૂચકતા ને કારણે આગ ઉપર કાબુ મેળવી લેવાયો હતો ટેન્કર માં ગેસ ભર્યો હોવાને લઈ ને વધુ આગ વિકરાળ બની હોત પરંતુ તેને સમય ઉપર પહોંચી ને ફાયર ની ટીમે કાબુ મેળવી લીધો હતો ..જોકે આ દરમ્યાન સર્વિસ રોડ ઉપર વાહનો બંધ કરી દેવાયા હતા ઘટના બનતા લોકોના ટોળે ટોળા ઊમટી પડ્યાં હતા. પોલીસ ની ટીમ દ્વારા પણ ટ્રાફિક ને કાબુ માં રાખવા પ્રયત્નો હાથ ધરાયા હતા





