ભગોદ ગામના પ્રતિભાશાળી ખેલાડી એ સેલ્યુટ ત્રિરંગા ક્રિકેટ લીગમાં 10 બોલ માં 50 રન ફટકારી સિધ્ધિ મેળવી

On: March 27, 2026 3:38 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વાપી ખાતે આવેલ સાઈ મેઘપાન સ્પોર્ટ્સલાઇફ મેદાન પર, સલ્યુટ તિરંગા એનજીઓ દ્વારા આયોજિત લેધર બોલ ટૂર્નામેન્ટમાં આજે એક ઐતિહાસિક ક્ષણ સર્જાઈ છે.

ભાગોદ ગામના ગૌરવ અને પ્રતિભાશાળી ક્રિકેટર હર્ષ કૌશલ દેસાઈ એ ગુજરાત રોયલ્સ ટીમ તરફથી રમતાં એક અદભૂત ઇનિંગ રમી છે.

માત્ર 10 બોલમાં 50 રન ફટકારીને તેમણે એક અનોખો રેકોર્ડ સ્થાપિત કર્યો — જે ભારત સ્તરે અત્યાર સુધી કોઈએ નોંધાવ્યો નથી. અને એટલું જ નહીં, તેમણે કુલ 23 બોલમાં 83 રન બનાવીને નોટ આઉટ રહી ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી.

દરેક બોલ પર આક્રમકતા, દરેક શોટમાં શક્તિ અને જીત માટેનો જુસ્સો — હર્ષ દેસાઈએ આજે મેદાનમાં એક ધમાકેદાર પ્રદર્શન કર્યું છે, જેને દર્શકો લાંબા સમય સુધી યાદ રાખશે.

આ ઇનિંગ માત્ર એક સ્કોર નથી, પરંતુ ક્રિકેટના ઇતિહાસમાં સોનેરી અક્ષરે લખાય તેવી સિદ્ધિ છે.

સલ્યુટ તિરંગા એનજીઓને આ સુંદર આયોજન માટે અભિનંદન, તેમજ ગુજરાત રોયલ્સ ટીમ અને ભાગોદના ગૌરવ હર્ષ કૌશલ દેસાઈને દિલથી વધામણાં — તમે ખરેખર ક્રિકેટના ઉગતા તારલા છો.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!