
વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ (LCB)એ લાંબા સમયથી અનડિટેક્ટ રહેલી રાત્રીની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી મહારાષ્ટ્રના પાલઘરથી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પારડીની “બનારસી ભેલ” દુકાનમાં થયેલી ₹1,20,000 ની ચોરી સહિત વલસાડ સિટી અને વાપી ટાઉનના વાહન ચોરીના ગુનાઓનો પણ પર્દાફાશ થયો છે.
CCTV ફૂટેજ અને ટેક્નિકલ એનાલિસિસના આધારે આરોપીઓને ઓળખી ખાનગી બાતમી પરથી ટીમ સીધી મહારાષ્ટ્ર પહોંચી અને સફળ ઇન્ટરસ્ટેટ ઓપરેશન પાર પાડ્યું.
પકડાયેલા આરોપીઓ પાસેથી ચોરીની એક્ટિવા, મોબાઇલ ફોન અને રોકડ મળી કુલ ₹55,910 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. એક આરોપી સામે મહારાષ્ટ્રમાં 16થી વધુ ગુનાઓ નોંધાયેલા હોવાનું પણ સામે આવ્યું છે.
આ સમગ્ર કામગીરી જિલ્લા પોલીસ અધીક્ષકના માર્ગદર્શન હેઠળ LCB ટીમના સંકલિત પ્રયાસોથી શક્ય બની છે.!





