
વલસાડ જિલ્લામાં માદક પદાર્થોના વેચાણ અને સેવન સામે સતત કાર્યરત સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપ (એસ.ઓ.જી.) વલસાડે ડુંગરી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર પોષડોડાનો ૩.૩૫૫ કિલોગ્રામનો જથ્થો ઝડપી પાડી એક આરોપીની ધરપકડ કરી છે. આ સમગ્ર કામગીરીમાં કુલ રૂ. ૧,૨૭,૫૨૫/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
મળેલ માહિતી અનુસાર, મે. પોલીસ મહાનિરીક્ષકશ્રી પ્રેમ વીર સિંહ સાહેબ, સુરત વિભાગ, સુરતના સીધા માર્ગદર્શન હેઠળ અને વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી યુવરાજસિંહ જાડેજા સાહેબની સૂચનાના અનુસંધાને પો.ઇન્સ.શ્રી એ.આર. રોઝ, એસ.ઓ.જી.ની રાહબરી હેઠળ એસ.ઓ.જી. વલસાડના સ્ટાફના માણસો ડુંગરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમ્યાન નેશનલ હાઈવે નંબર ૪૮, અમદાવાદ-મુંબઈ જતા રોડ ઉપર, રાજ મોટર્સ ડુંગરી નામની દુકાન પાસે, તા.જી.વલસાડ ખાતેથી આરોપી વિજયકુમાર લક્ષ્મણદાસ લુહાર, ઉ.વ. ૫૬, રહે. શિવમ કોમ્પ્લેક્સ, રૂમ નંબર ૧૦૧, ડુંગરી, તા.જી.વલસાડ, મૂળ રહે. ગામ-ચિત્તો, થાના-ચબ્બેવાલ, પોસ્ટ-ખનૂર, જી. હોશિયારપુર, પંજાબ નાનેને તેના કબ્જાની સુઝુકી એક્સેસ મોપેડ નંબર GJ-15-DG-1969 ઉ૫રથી ઝડપી પાડવામાં આવ્યો.
આ મોપેડ ઉ૫રથી ગેરકાયદેસર રીતે પોષડોડાનો ૩.૩૫૫ કિલોગ્રામ જથ્થો, જેની કિંમત રૂ. ૫૦,૩૨૫/-, એક એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિ.રૂ. ૧૫,૦૦૦/-, રોકડા રૂ. ૨,૨૦૦/- તથા સુઝુકી એક્સેસ મોપેડ કિ.રૂ. ૬૦,૦૦૦/- મળી કુલ રૂ. ૧,૨૭,૫૨૫/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો. આ કેસમાં NDPS એક્ટ, ૧૯૮૫ ની કલમ ૮(સી), ૧૫(બી) અને ૨૯ મુજબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.
સદર કામગીરી પો.ઇન્સ.શ્રી એ.આર. રોઝ, પો.સ.ઇ. શ્રી વાય.પી.હડિયા, એ.એસ.આઇ. ભાવેશકુમાર મગનભાઇ, હે.કો. દિગ્વિજયસિંહ વિક્રમસિંહ, હે.કો. અર્શદ રઉફ, હે.કો. નિતીનભાઇ મનજીભાઇ, પો.કો. નવીનકુમાર સુભાષચંદ્ર તથા લાઇવર હે.કો. રમેશભાઇ ભગભાઇ વગેરે સ્ટાફ દ્વારા ટીમ વર્કથી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી. ડુંગરી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર પોષડોડા સાથે આરોપીને ઝડપી પાડવામાં એસ.ઓ.જી. વલસાડને આ મહત્વની સફળતા મળેલ છે.




