ડાંગ જિલ્લાના પૂર અસરગ્રસ્તોની મદદે આવ્યું  Rainbow warrior’s dharampur તથા શિક્ષક ગ્રુપ

On: September 30, 2025 10:16 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ધરમપુર.ડાંગ જિલ્લાની ખાપરી નદી તથા અંબિકા નદીમાં આવેલ પૂર પ્રકોપના કારણે ખાપરી નદી કિનારે વસેલું ચિકટીયા ગામ તથા અંબિકા નદી કિનારે વસેલા બાજ ગામમાં નદી કિનારે વસેલા ઘરોમાં પુરના પાણી ફરી વળતા માલ સામાન તથા ઘરવખરીની ચીજવસ્તુઓને ભારે નુક્સાન થવાના સોશ્યલ મીડિયામાં પ્રકાશિત થયેલ વિડિયો જોઈ ધરમપુર તાલુકાનું rainbow warrior’s dharampur ગ્રુપ તથા શિક્ષક ગ્રુપ ધરમપુર અસરગ્રસ્તોની મદદ માટે રાશનકીટ તથા તાડપત્રી લઈ ચિકટીયા તથા બાજ ગામ પહોંચ્યું હતું.

ગામના સરપંચ શ્રી તથા પટેલશ્રીઓને સાથે રાખી અસરગ્રસ્તોને રાશનકીટ તથા તાડપત્રી વિતરણ કરી માનવસેવાના નાનકડા કાર્યમાં સહભાગી બન્યા હતા.જન સેવા એજ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક કરતું Rainbow warrior’s dharampur ગ્રુપ તથા શિક્ષક ગ્રુપ ધરમપુર કુદરતી આફતના સમયે માનવસેવા કરવા હંમેશા તત્પર રહે છે.

ત્યારે આજના આ કાર્યક્રમમાં Rainbow warrior’s dharampur ગ્રુપના સભ્યો કેતન ગરાસિયા (પ્રમુખ ધરમપુર તાલુકા પ્રા.શિ.સંઘ), શંકરભાઈ પટેલ (co.o rainbow warrior’s dharampur), જયેશ ગરાસિયા (પ્રમુખ ટીચર સોસાયટી ધરમપુર), રાજેશ પટેલ (પ્રચાર મંત્રી વ. જિ .પ્રા.શિ.સંઘ), ઈશ્વર માહલા (મહામંત્રી ટીચર સોસાયટી ધરમપુર), કમલેશ પટેલ (આદિવાસી એકતા પરિષદ), રજનીકાંત પટેલ ( સરપંચ મરઘમાળ), હસુ આહીર (શિક્ષક પાનવા) , નવીનભાઈ પ્રજાપતિ , જયંતિભાઈ પટેલ (શીતળ છાયડો લાઇબ્રેરી નગરિયા), ડૉ. વિરેન્દ્ર ગરાસિયા (ચિત્રકૂટ એવોર્ડ વિજેતા શિક્ષક), સંજય ગાંવિત (સહમંત્રી), હિનલ પટેલ (વાઈમેક્ષ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર), અંકિત પટેલ (સરવૈયા ), દિપકભાઇ, પરિમલભાઇ, મિત્યાંગ પટેલ, જયેશ પવાર, નિર્જલ પટેલ, હિરેન પટેલ, જીગુભાઈ તથા દુલસાડ , મરઘમાલ, કાનજી ફળિયા ધરમપુર, સાવરમાળ, કાકડવેરી ગામના Rainbow warrior’s dharampurના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!