ડુંગરા પોલીસ સ્ટેશન હદ માં આવતા છીરી વિસ્તારમાં માંથી SOGએ (૨.૪૧૯ કિલો)૨૪૧૯૦ રૂપિયાના ગાંજા સાથે એક મહિલાને ઝડપી

On: September 14, 2025 3:11 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
ગાંજા સાથે મહિલાની ધરપકડ

વલસાડ જિલ્લાની એસ.ઓ.જી. (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)ની ટીમે ગેરકાયદેસર ગાંજાના ધંધા વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતાં ડુંગરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ૨.૪૧૯ કિલોગ્રામ ગાંજા સાથે એક મહિલાને ઝડપી પાડી છે.જે વાપીના છીરી વિસ્તારમાં રહી ને પોતાના રૂમ માં ગેરકાયદેસર ગાંજાનો જથ્થો રાખીને તેને નાના નાના પડીકી માં બનાવી ને ચોરી છીપે વેચાણ કરતી હતી પોલીસે બાતમીને આધારે તપાસ કરતા મહિલા ને ઝડપી લીધી છે 

આફરીનખાતન  શહીદખાન ખાન (ઉંમર ૨૫ વર્ષ), વતન: હાલ સાંઈકૃપા એપાર્ટમેન્ટ, કૃષ્ણાપાર્ક, છીરી, તા. વાપી, જિ. વલસાડ અને મૂળ રહેણાંક બસારીફર, તા. સિકંદરાબાદ, જિલ્લા બુલિયા, ઉત્તરપ્રદેશ.જે છેલ્લા કેટલાક સમય થી પોતાના રહેણાંક રૂમમાં ગેરકાયદેસર રીતે ગાંજાનો જથ્થો રાખીને નાની પેકેટોમાં વહેંચી ચોરીછુપીથી વેચાણ કરતી હતી.પોલીસે પકડાયેલી મહિલા પાસે થી કુલ ગાંજો: ૨.૪૧૯ કિલોગ્રામ (કિંમત ₹૨૪,૧૯૦), એન્ડ્રોઇડ મોબાઇલ ફોન: ૧ (કિંમત ₹૬,૦૦૦),કુલ જપ્તીની કિંમત: ₹૩૦,૧૯૦ જથ્થો કબજે લીધો છે .હાલ તો પોલીસે NDPS એક્ટ ૧૯૮૫ની કલમ ૮(સી), ૨૦(બી)(II)(B), અને ૨૯ હેઠળ ગુનો નોંધ્યો છે. 

આ સફળ ઓપરેશન પો.ઇન્સ્પેક્ટર એ.આર.રોઝ અને પો.સબ-ઇન્સ્પેક્ટર આઈ.કે.મિસ્ત્રીના નેતૃત્વમાં હાથ ધરવામાં આવ્યું હતું. ટીમમાં હેડ કોન્સ્ટેબલ કર્ણવિજયસિંહ વિક્રમસિંહ, હેડ કોન્સ્ટેબલ અરશદ રશીદ, હેડ કોન્સ્ટેબલ સુનીતાબેન મનજીભાઈ, પોલીસ કોન્સ્ટેબલ કરતારસિંહ માર ચીમનભાઈ, પોલીસ કોન્સ્ટેબલ નવીનકુમાર સુભાષચંદ્ર, પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્ર દાનજી વડવા તથા અન્ય પોલીસ સ્ટાફનો સમાવેશ થાય છે.

પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ કરણ પ્રેમવીર સિંહ સાહેબ અને ઉપ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ રવિરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વલસાડ જિલ્લામાં ગેરકાયદેસર માદક દ્રવ્યોના વેચાણ અને સેવન વિરુદ્ધની કામગીરી સતત ચાલુ રાખવામાં આવશે.

આ ધરપકડથી વિસ્તારમાં માદક દ્રવ્યોના ગેરકાયદેસર વેપાર પર અંકુશ મૂકવામાં મદદ મળશે અને સમાજને આવા હાનિકારક ધંધાથી સુરક્ષિત રાખવાના પોલીસના પ્રયાસો ચાલુ રહેશે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!