રાજકીય પક્ષોની હાજરીમાં પાલિકાની ચૂંટણી માટે ઇવીએમ મશીન  સ્ટ્રોંગ રૂમમાં મુકાયા

On: January 29, 2025 1:10 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ધરમપુર પાલિકાની ચૂંટણી માટે કુલ 36 C.U મશીન અને 72 B.U મશીન સ્ટ્રોંગ રૂમમાં મુકાયા

આગામી તારીખ 16 ફેબ્રુઆરીના રોજ ધરમપુર નગરપાલિકાની ચૂંટણીની જાહેરાત થઈ છે. ત્યારે રાજકીય પક્ષોમાં ગરમાટો જોવા મળી રહ્યો છે. ધરમપુર નગરપાલિકાના છ બોર્ડમાં 24 બેઠકો માટે યોજાનારી નગરપાલિકાની ચૂંટણી માટે ઇવીએમ મશીનોને ફાળવણી કરવામાં આવી છે. આ મશીનો રાજકીય પક્ષના આગેવાનોની હાજરીમાં સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવ્યા છે.

ચૂંટણી અધિકારી નાયબ મામલતદારના જણાવ્યા અનુસાર ધરમપુર નગરપાલિકાની ચૂંટણી માટે 36 જેટલા કંટ્રોલ યુનિટ જ્યારે 72 બેલેટ યુનિટ ની ફાળવણી કરવામાં આવી છે. તેમજ તાલીમ માટે ત્રણ કંટ્રોલ યુનિટ અને ત્રણ બેલેટી યુનિટ મામલતદાર કચેરી ખાતે મુકવામાં આવ્યા છે. આજે આ તમામ ઇવીએમ મશીનો ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આગેવાનોની હાજરીમાં મામલતદાર કચેરી ખાતે ત્રીજા માળે આવેલા સ્ટ્રોંગ રૂમમાં સીલ કરવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે અત્યાર સુધીમાં છ વર્ષના 24 બેઠકો માટે ધરમપુરમાં કુલ 57 જેટલા ફોર્મ ઉમેદવારો લઈ ગયા છે. જો કે હજુ સુધી કોઈ ફોર્મ જમા થયું નથી. પરંતુ વહીવટી તંત્ર દ્વારા ફોર્મ મેળવવા માટેની તૈયારીઓ કરી લેવામાં આવી છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!