Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

શ્રીયમ નેશનલ ટીએમટીનું  પ્રતિષ્ઠિત કચ્છ બિઝનેસ એક્સેલન્સ એવોર્ડ 2.0માં સન્માન કરાયું 

On: October 18, 2024 2:37 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

અમદાવાદ, 18 ઓક્ટોબર:  સ્ટીલ ઉદ્યોગમાં અગ્રણી સ્થાન ધરાવતી શ્રીયમ નેશનલ ટીએમટીને મંગળવારે અમદાવાદમાં આયોજિત પ્રતિષ્ઠિત કચ્છ બિઝનેસ એક્સેલન્સ એવોર્ડ 2.0 માં ‘એક્સિલન્સ ઇન મેન્યુફેક્ચરિંગ- લાર્જ કોર્પોરેશન્સ’ કેટગરીમાં સન્માનિત કરવામાં આવી છે. આ એવોર્ડ ચેરમેન વિશેષ શાહરા અને મેનેજિંગ ડિરેક્ટર દેવેશ ખંડેલવાલ દ્વારા સ્વીકાર કરાયો હતો. કચ્છ મિત્ર અને ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (ફોકિયા) દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પ્રદેશના અગ્રણી ઉદ્યોગપતિયોંના યોગદાનનું સન્માન કરવામાં આવ્યું છે.

કર્ણાવતી ક્લબ ખાતે યોજાયેલા ભવ્ય એવોર્ડ સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના ઉદ્યોગ પ્રધાન બલવંતસિંહ રાજપૂત, સંસદીય બાબતોના પ્રધાન પ્રફુલ પાનશેરિયા, ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી, IFFCOના અધ્યક્ષ દિલીપ સંઘાણી અને કચ્છના સાંસદ વિનોદ ચાવડા પણ ગેસ્ટ ઓફ ઓનર તરીકે વિશેષ હાજર રહ્યા હતા.

કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, અબડાસાના ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજા, માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવે, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, અંજારના ધારાસભ્ય ત્રિકમ છાંગા, ગાંધીધામના ધારાસભ્ય માલતી મહેશ્વરી અને રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા સહિતના સન્માનિત મહેમાનોએ પણ એવોર્ડ આપતી વખતે હાજર રહી કાર્યક્રમની શોભા વધારી હતી. 

શ્રીયમ નેશનલ ટીએમટીએ FE 550 અને FE 550D સહિત શ્રેષ્ઠ-ગુણવત્તાવાળા TMT બારની શ્રેણી સાથે  સ્ટીલ ઉદ્યોગમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. કંપની પોતાના 200 એકરમાં ફેલાયેલા અત્યાધુનિક ઇન્ટિગ્રેટેડ સ્ટીલ પ્લાન્ટમાં આયર્ન ઓરમાંથી ટીએમટી ઉત્પાદન કરવા માટે જાણીતી છે. કંપની લેડલ રિફાઇનિંગ ફર્નેસ (LRF) અને બ્લોક મિલ (રોલિંગ મિલ) જેવી અદ્યતન તકનીકનો ઉપયોગ કરે છે. આ ઇનોવેશન્સને કારણે  કંપનીના પ્રોડક્ટ્સની ગુણવત્તા ઇન્ટરનેશનલ કક્ષાની છે.

કંપની સસ્ટેનેબિલિટી તેમજ કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવા અને ઇકો-ફ્રેન્ડલી બાંધકામ સોલ્યુશન્સમાં યોગદાન આપવા માટે પણ સમર્પિત છે. શ્રીયમ નેશનલ ટીએમટી પોતાના ઉદ્યોગની સાથે-સાથે  કચ્છમાં રોજગાર સર્જન, સીએસઆર પહેલ અને મજબૂત સમુદાય સંબંધો દ્વારા વિસ્તારના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

શ્રીયમ નેશનલ ટીએમટી એક મજબૂત ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક અને એથિકલ બિઝનેસ પ્રેક્ટિસ સાથે સમગ્ર ભારતમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિસ્તરણ કરી રહી છે જે તેની પ્રતિષ્ઠામાં સતત વધારો કરે છે. 

શ્રીયમ નેશનલ ટીએમટી બાર્સે નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ 2023 પણ મેળવ્યો છે. આ એવોર્ડ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ દ્વારા આપવામાં આવ્યો હતો. ગયા વર્ષે કંપની ગુજરાતની પ્રથમ ગ્રીન પ્રો સર્ટિફાઇડ કંપની બની હતી, જેને CII-ગ્રીન પ્રોડક્ટ્સ એન્ડ સર્વિસ કાઉન્સિલ દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું, જે કંપનીની પર્યાવરણ પ્રત્યેની ઉચ્ચ કક્ષાની નિસ્બતને પ્રદર્શિત કરે છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!