અધધ ..કહી શકાય અંદાજિત 28 બોગસ તબીબો કપરાડા તાલુકામાં ?

On: June 29, 2024 4:08 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

એક જાગૃત નાગરિકે ફરિયાદ કરવા છતાં કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા આખરે સમગ્ર પ્રશ્ન ફરિયાદ નિવારણ કાર્યક્રમ માં લઇ જવાતા આરોગ્ય વિભાગે કાર્યવાહી ના નામે માત્ર નોટીશ આપી પોતાની કામગીરી પૂરી કરી !!?

લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા અનેક તબીબો કપરાડા તાલુકાના કેટલાક અંતરિયાળ ગામોમાં પોતાની હાટડી લઈ ને બેઠા છે.જેમાં અંદાજિત ૨૮ તબીબોના નામ સરનામા સાથે નું લીસ્ટ સાથે એક જાગૃત નાગરિકે સીધી વહીવટી તંત્ર ને ફરિયાદ કરી હતી પરંતુ કોઈ સંતોષ જનક કાર્યવાહી નહિ થતા સમગ્ર મામલો સ્વાગત કાર્યક્રમ માં પોહોચતા જ કપરાડા આરોગ્ય વિભાગ જાગ્યું અને જાગૃત નાગરિકે તમામ ડોકટરો ના નામ સરનામા સાથે આપેલી વિગત ને આધારે આરોગ્ય વિભાગે નોટીશ આપી પોતાની કામગીરી પૂર્ણ કરી..

આ રહ્યા ૨૮ બોગસ તબીબના નામો..

  તમામ ડોકટરો ને જરૂરી સર્ટિફિકેટ અને પુરાવા લઈ  ઉપસ્થિત રહેવા સૂચન કરવામાં આવ્યું હતું પરંતુ મોટાભાગના તબીબો ને નોટીશ આપ્યા બાદ તબીબો હાટડી બંધ કરી ગાયબ થઈ ગયા કે કેટલાક તો નોટીશ મળ્યે થી આવતા બંધ થઈ ગયા છે

ત્યારે અહી એ બાબત ઉપર ખાસ પ્રકાશ પડવો જરૂરી છે કે એક જાગૃત નાગરિકે ડોકટરોના નામ સરનામા સાથે ની વિગતો આપી ત્યાં સુધી શું વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગના કે પોલીસ વિભાગના લોકોને સહેજે પણ ખબર નહિ હોય કે કપરાડા તાલુકાના દાબખલ, હેડલબારી,દહિખેડ,ટુકવાડા, સુથરપાડા,જેવા અનેક ગામોમાં અંદાજિત ૨૮ ઊંટ વૈદો લોકોના આરોગ્ય સાથે ચેડાં કરે છે.

અતિ મહત્વની વાત એ છે કે એમની પાસે આવતી દવાનો જથ્થો પણ કયા થી અને કંઈ કંપની ઓ  પહોંચતી કરે છે એ પણ તપાસ થવી જોઈએ ..

કેટલીક ગ્રામ પંચાયત દ્વારા આવા ડોકટરો ને છાવરવા માટે નો ઓબજેક્સન સર્ટિફિકેટ લખી આપ્યું

અંદાજિત ૨૮ જેટલા બોગસ તબીબો પોતાની હાટડી ચલાવી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા છે ત્યારે કેટલાક એવા પણ ગામ છે જ્યાં ના ગ્રામ પંચાયત લેટર ઉપર આવા તબીબો ને એવું લખાણ લખી ને આપી દેવાયું છે કે અમારા ગામમાં ફલાણા ફલાણા તબીબ છેલ્લા આટલા વર્ષ થી પ્રેક્ટિસ કરે છે જે બાબતે આમને કોઈ વાંધો નથી અને કોઈ એ એમને હેરાન કરવા નહિ જેવા લખાણ સાથે પત્ર ગરમ પંચાયત લેટર પેડ ઉપર આપવામાં આવ્યા છે ત્યારે શું લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા તબીબો ને ગ્રામ પંચાયત એવા લેટર આપી શકે ખરી સમગ્ર બાબતે તપાસ જરૂરી છે નહીંતો આગામી સમય માં કોઈ મોટી ઘટના બની શકે છે અને કોઈ નિર્દોષ પોતાનો જીવ ગુમાવે તો નવાઈ નહી

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!