કપરાડાના એક ગામની ચકચારી ઘટના 

On: June 27, 2024 4:58 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

બીજી પત્ની તરીકે રાખવાની લાલચ આપી પરણીત યુવકે  ૧૬ વર્ષની સગીર ને સેલવાસ લઈ જઈ ને પોતાની વાસના શિકાર બનાવી 

ભોગ બનેલ સગીર ના પિતા એ પોલીસ ફરિયાદ આપતા બે આરોપીને પકડવા માટે પોલીસે કવાયત શરૂ કરી છે

કપરાડા તાલુકાના માં આવેલા એક ગામ માં રહેતી ૧૬ વર્ષીય સગીર ને લગ્ન ની લાલચ આપી ને તેણી ને પોતાની બીજી પત્ની તરીકે રાખવા નું જણાવી પરણીત યુવક તેના મિત્ર સાથે સેલવાસ તેમજ અન્ય જગ્યા ઉપર લઇ જઇ ને પોતાની વાસના નો શિકાર બનાવી દુષ્કર્મ આચર્યું ભોગ બનેલ યુવતીના પિતા એ  પોલીસ ફરિયાદ કરતા પોલીસે પોકસો એક્ટ મુજબ ગુનો દાખલ કરતાં ફફડાટ ફેલાયો છે 

આજકાલ ફિલ્મી સ્ટાઈલ થી જીવતા યુવા વર્ગ મોજ મઝા કરવાની ઘેલછા માં તેમના જીવન માં લીધેલા નિર્ણયો તેમને ક્યારે અધોગતિ તરફ દોરી જાય એ કહેવું મુશ્કેલ છે ત્યારે કપરાડા તાલુકાના એક ગામની ૧૬ વર્ષીય સગીર ને તેના જ નજીકના ગામના યુવકે પ્રેમ જાળ માં ફસાવી તેને બીજી પત્ની તરીકે રખાવી લાલચ આપી બળ જબરી પૂર્વક વાલી પણા માંથી અપહરણ કરી તેના મિત્ર ની બાઈક ઉપર બેસાડી સેલવાસ ખાતે એક ગામ માં લઇ જઇ ઘર માં રાખી એક થી બે વાર તેમજ મિત્રની બાઈક ઉપર બેસાડી અન્ય સ્થળે લઈ જઈ ઝાડી જંગલ માં  દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ ભોગ બનનાર દીકરી ના પિતા એ આપતા પોલીસે બંને આરોપી ફિરોઝ કાશીરામ તુમડા,અને ઉત્તમ ભગવાન ભોયા સામે પોક્સો એક્ટ મુજબ ગુનો દાખલ કરી બંને આરોપી ને પકડવા માટે ના પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે 

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!