એક કરોડ આઠ લાખના ખર્ચે ૯ ઓરડા વાળા નવા મકાન નું રીબીન કાપી ધરમપુર માં ધારાસભ્ય અરવિંદ ભાઈ પટેલે કર્યું લોકાર્પણ

ધરમપુર નજીકમાં આવેલા કાકડકુવા પ્રાથમિક શાળામાં આજે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલની હાજરીમાં આજે શાળામાં બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો

આજે બાલ વાટિકામાં 19,ધોરણ 6 માં 18,આંગણ વાડીમાં 3, ને પ્રવેશ આપવામાં આવ્યો હતો.વિશિષ્ઠ સિદ્ધિ ધરાવતા અને જ્ઞાનસાધના,જ્ઞાનસેતુ મેરીટ માં આવનારા વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહેમાનોના હસ્તે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા પ્રવેશોત્સવ અંતર્ગત તમામ બાળકોને કપાળમાં કુમકુમ તિલક કરી શૈક્ષણિક કીટ આપી બાળકોને પ્રોત્સાહિત કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંગે કહ્યું કે અંતરિયાળ વિસ્તારના બાળકોને શિક્ષણ મળી પગભર થાય અને પોતાની કારકિર્દીનું ઘડતર કરે તે માટે સરકાર દ્વારા મહત્વનું કામ કરવામાં આવી રહ્યું છે કાકડકુવા ખાતે હાલમાં જ નવા બનીને તૈયાર થયેલા 9 જેટલા ઓરડા વાળા એક કરોડ આઠ લાખના ખર્ચે બનેલી નવી બનેલ બિલ્ડીંગનું રીબીન કાપી શ્રીફળ વધેરી ને ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે લોકાર્પણ કર્યું હતું. વિદ્યાર્થીઓને શિક્ષણ માટે યોગ્ય વાતાવરણ મળી રહે તે માટે શાળાનું બિલ્ડીંગ તેમજ યોગ્ય હવા ઉજાસવાળા ઓરડા મળતા તેઓ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં અભ્યાસ કરી શકે છે કાર્યક્રમ દરમિયાન તાલુકા પંચાયત સભ્ય આશાબેન વહીવટદાર તેમજ કમલેશભાઈ પટેલ માજી સરપંચ વજીરભાઈ તેમજ અગ્રણી ઈશ્વરભાઈ શાળાના આચાર્ય નિરવભાઈ શાળાના શિક્ષકોની સાથે અગ્રણીઓ સીઆરસી કોર્ડીનેટર સહિતના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા