Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

ધરમપુર શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીએ ત્રીજા માળે થી લગાવી મોતની છલાંગ

On: June 26, 2024 4:54 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

બ્લડ કેન્સર ની સારવાર લઈ રહેલા પાણી ખડક ના યુવાને ત્રીજા માળે બાથરૂમ માંથી પડતું મૂક્યું ,ત્રીજા માળે થી દર્દી નીચે પડતા હોસ્પીટલ માં દોડધામ મચી ગઇ

વાંસદા તાલુકાના પાણી ખડક ગામે પટેલ ફળિયામાં રહેતા શાંતિલાલ બાબુ ભાઈ પટેલ  ગત તારીખ ૧૭/૬/૨૪ ના રોજ બ્લડ કેન્સર ની બીમારી હોય તેને ઝાડા ઉલટી થતા શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જેના દ્વારા આજરોજ તેમની સાથે તેમની દેખરેખ માટે પ્રિયાંક ભાઈ જોડે હતા આજે બપોરના અંદાજિત સવા ચાર વાગ્યાની આસપાસ તેમની સાથે રહેલા પ્રિયાંકને તેમણે બાથરૂમ જવું છે એમ જણાવી બાથરૂમમાં ગયા હતા અને પ્રિયાને બહાર ઉભા રહેવા માટે જણાવ્યું હતું જે બાદ અચાનક જ કાચ તૂટવાનો અવાજ આવતા અને નીચે બૂમાબૂમ થતા પ્રિયાંક નીચે જોવા જતા શાંતિલાલ બાબુભાઈ પટેલે બાથરૂમના કાટ તોડી નીચે પડતું મૂક્યું હતું જેને લઇને હોસ્પિટલનો સ્ટાફ તેમજ અનેક લોકો ભેગા થઈ ગયા હતા તાત્કાલિક ઇજાગ્રત હાલતમાં પડેલા શાંતિલાલ પટેલને ઈમરજન્સી વોર્ડમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા જ્યાં તબીબે તેને ગંભીર ઇજાઓને પગલે મૃત જાહેર કર્યો હતો તેને લઈને પરિવારજનો માણસોની લાગણી ફેલાય છે કે બ્લડ કેન્સરની બીમારીથી પીડાઈ રહેલા શાંતિલાલ બાબુભાઈ પટેલે તેની બીમારીથી કંટાળી આ પગલું ભર્યું હોવાનું હાલ માનવામાં આવી રહ્યું છે

નોંધનીય છે કે શ્રીમદ રાજચંદ્ર જેવી હોસ્પિટલ માં સારવાર લઈ રહેલા દર્દી અચાનક આવું પગલું ભરે તો સુરક્ષા અંગે પણ સવાલો ઊઠે એ સ્વાભાવિક છે જોકે શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલમાં સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ સારી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે હાલ તો આ પહેલી ઘટના છે જેમાં ભોગ બનેલા દર્દીએ ત્રીજા માળેથી પડતું મૂકીને મોતને વોહરી લીધું છે સમગ્ર ઘટના બાબતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે હાલ તો અકસ્માત મોત અંગેનો ગુનો દાખલ કર્યો

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!