૧૦૦ રૂપિયા નું પેટ્રોલ નહિ આપતા ઉશ્કેરાઈ ગયેલા ગ્રાહકે પટ્રોલ પંપના કર્મચારીને ધિક્કા મુક્કીનો માર માર્યો 

On: June 23, 2024 4:00 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

પેટ્રોલ આપવા ની ના પડતા ગ્રાહક તાડુકી ઉઠ્યો “તુ નિયમ કયા થી લાવ્યો …તારા બાપ ને બોલાવ કહી..લાફા માર્યા 

ધરમપુર પોલીસે ગ્રાહક સામે પોલીસ ફરિયાદ નોંધી ધરપકડ માં ચક્રો ગતિમાન કર્યા છે સમગ્ર ઘટના સીસીટીવી માં થઈ કેદ

ધરમપુર આંબા ટલાત ગામે આવેલા કહાન પેટ્રોલ પંપ ઉપર પ્લાસ્ટિકની બોટલ માં રૂપિયા સો ની પેટ્રોલ લેવા બાઈક લઇ ને આવેલા દીપક ખુશાલ દીવા રહેવાસી આંબા તલાટ રાખ ફળીયા એ પંપ ઉપર હાજર કર્મચારી નિકેત નવીન દેશમુખ પાસે પેટ્રોલ માંગ્યા બાદ નિયમ મુજબ નિકેતે પેટ્રોલ આપતા નથી નું જણાવતા દીપકભાઈ નો પારો છટક્યો હતો અને પ્લાસ્ટિકની બોટલ સાથે નિકેત ને ધક્કા મૂકી કરી હતી સાથે જ લાફા પણ માર્યા એટલું જ નહિ આ નિયમ કયા થી તું લાવ્યો બોલાવ તારા બાપ ને કહી ..માં બેન ની નાલાયક ગાળો આપી હતી

જે સમગ્ર ઘટના અંગે નિકેત દેશમુખે ધરમપુર પોલીસ મથકમાં સીસી ટીવી કેમેરા ના ફૂટેજ સાથે ફરિયાદ આપતા પોલીસે દીપક દીવા સામે મારમારી અને જાન થી મારી નાખવાની ધમકી બાબતે પોલીસ ફરિયાદ નોંધી આરોપી ને પકડવા માટે ના ચક્રો ગતિમાન કર્યા છે .

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!