રાજકીય આગેવાનો તેરી ભી ચૂપ અને મેરી ભી ચૂપ ની ભૂમિકા

વલસાડ જિલ્લામાં ચૂંટણી પૂર્વે જે કામોને વહીવટી મંજુરી મળી ગઈ હતી તે કામો માં ખાત મુહૂર્ત ચૂંટણી બાદ કરી દેવાયા હતા જોકે તે બાદ પણ કેટલાક સ્થળે કામગીરી ચાલુ નહિ કરનારા કોન્ટ્રાક્ટરો ને કોઈ કામગીરી કરવા માં ઉત્સાહ જોવા મળ્યો નહિ અને પ્રજા એ હાલાકી ભોગવવી પડી કેટલાક સ્થળો એ તો કેટલાક ઉપરી અધિકારી છત્ર છાયા માં ફૂલેલા ફલેલા કેટલાક કોન્ટ્રાકટર દ્વારા રસ્તા ઓ બનાવવા ની શરૂઆત માં બનેલા રોડો ખોદી નાખ્યા અને સતત 20 થી 40 દિવસ સુધી એમ ના એમ પડ્યા રહ્યા છતાં વિકાસ ના નામે લોકોને પડતી હાલાકી રજકીય નેતાઓ ને નયન પટલ ઉપર દેખા દીધી નહી તો કેટલાક સ્થળે તો રોડ ની વચ્ચો વચ કપચીના ઢગલા નાખી દેવાયા બાદ રોડ એમનો એમ જ છોડી દેવામાં આવતા સ્થાનિક લોકો એ કોન્ટ્રાકટર ઉપર બળાપો કાઢતા હતા પણ કેટલાક જાણીતા કોન્ટ્રાકટર તો કનુકાકા ના ખાસ હોવાનું જણાવી ને સરકારી અધિકારી તો ઠીક સમાન્ય લોકોને પણ ધમકાવતા હોવાની ચર્ચા છે એટલું જ નહિ કેટલાક ને તો હમણાં મોડે મોડે જાણે ભ્રમ જ્ઞાન થયું છે વરસતા વરસાદ માં પેચ મારવા નીકળ્યા છે તો કેટલાક સ્થળે તો કાયદેસર વરસતા વરસાદ માં મશીન લઈ ડામર પાથરી રહ્યા છે પણ તેઓ ને કોઈ પૂછનાર નથી
હવે ચોમાસા દરમ્યાન વરસતા વરસાદ માં જે રોડ બને કે પેચ કરવામાં આવે એની ગુણવત્તા કેટલી હોય શકે ,આજ કામગીરી દરેક નેતાઓ ના ઘર આંગણે ચોમાસા માં કરવામાં આવે તો હકીકત એમને પણ ખ્યાલ આવે કે કોન્ટ્રાકટર કેટલું અને કેવું ગુણવત્તા યુક્ત કામ કરી રહ્યા છે
સમગ્ર બાબતે વલસાડ જિલ્લા કલેકટર અને કેન્દ્રીય નાણાં પ્રધાન તપાસ કરાવે કારણ કે ચોમાસા માં રોડ બનાવવામાં આવેંતો સરકાર ના જ આખરે નાણાં નો વેડફાટ થાય એમ છે ત્યારે સમગ્ર બાબતે તેઓ પણ ધ્યાન આપે તે જરૂરી છે