[ad_1]

વડોદરા,તા.22 માર્ચ 2021,મંગળવાર
રખડતા ઢોર પકડવાની કામગીરી દરમિયાન ઢોર પાર્ટીના કર્મચારીઓને અપશબ્દો બોલી ઝપાઝપી કરી ગાય છોડાવી જતા ત્રણ પશુપાલકો વિરુદ્ધ પોલીસે ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ગઈકાલે કોર્પોરેશનની ઢોર પાર્ટીના માણસો કામગીરીમાં હતા. તે સમયે રાત્રે 8 વાગ્યાના સુમારે સયાજી ટાઉનશીપ રોડ ઉપર ગાય પકડવાની કામગીરી દરમિયાન લાકડી સાથે ધસી આવેલા પશુપાલકોએ અપશબ્દો બોલી આ વિસ્તારમાં ગાય પકડવા નહીં આવવાનું તેમ કહી ગાય છોડાવી ઝપાઝપી કરી હતી. આ ઘટનામાં કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરના કર્મચારીને સામાન્ય ઈજા પહોંચી હતી. ઉપરોક્ત ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા ત્રણ પશુપાલકો વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.
[ad_2]
Source link






