વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણીના પ્રોજેક્ટમાં વિલંબ

On: March 22, 2022 1:38 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા,તા.22 માર્ચ 2021, મંગળવાર 

વડોદરા કોર્પોરેશન દ્વારા સ્માર્ટ સિટી હેઠળ કરોડો રૂપિયાના ખર્ચે હાથ ધરાયેલી સ્કાડા સિસ્ટમની કામગીરી ગોકળગાયની ગતિએ ચાલતા વિપક્ષે તંત્રનો ઊધડો લઈ તગડા વેતન મેળવતા અધિકારીઓ સામે પગલાં ભરવાની માંગ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ઓનલાઇન કાર્યક્રમ યોજી ફેઝ 2 શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં 3500 ફ્લો મીટર સ્માર્ટસીટી અંતર્ગત પાન સીટી પ્રોજેકટ હેઠળ શહેરની પાણી વિતરણ નળીકાઓ પર લગાવવના છે.

કોંગી મહિલા કાઉન્સિલર એ સભાની શરૂઆત સાથે જ જણાવ્યું હતું કે, વેરો ભરતા વડોદરાવાસીઓને વળતર હેતુ પાણી પુરુ પાડવું કોર્પોરેશનની ફરજ છે. છાણીમાં નવી ટાંકીના નિર્માણ બાદ ટાંકીની આસપાસ આવેલા વિસ્તારોમાં જ પાણીનો કકળાટ સર્જાયો છે. સ્માર્ટ સિટી હેઠળ સ્કાડાના પ્રથમ ફેઝમાં 37 કરોડનો ખર્ચો કરી કામગીરી પૂર્ણ કરી છે. જે પાણીના મુખ્ય સ્ત્રોત થી પાણીની ટાંકી અથવા સંપ સુધી જતાં પાણીનો માપદંડ રાખે છે. તો પછી પાણીની ઘટ કેમ સામે આવતી નથી. તેવી જ રીતે દ્વિતિય ફેજમાં  125 કરોડના ખર્ચે પાણીની ટાંકી અથવા સંપથી વિસ્તાર સુધી જતાં પાણીનો માપદંડ રાખે છે. આ કામગીરી 21 મહિના પછી પણ 50% અધુરી છે. આ અંગે જવાબદાર અધિકારીઓને સામે પગલાં કેમ નથી ભર્યા ? તેના જવાબમાં મ્યુનિસિપલ કમિશનર શાલિનીબેન અગ્રવાલે જણાવ્યું હતું કે, અધિકારીઓને સૂચના આપી દીધી છે અને વહેલી તકે કામગીરી પૂર્ણ કરાશે. પૂર્વ વિપક્ષી નેતા અને હાલ ના કોર્પોરેટર પૂર્વ વિપક્ષી નેતા એ જણાવ્યું હતું કે, લાખો રૂપિયાના વેતન અધિકારીઓને ચૂકવવામાં આવે છે છતાં ઠેર-ઠેર પાણીની સમસ્યા છે. ગાજરાવાડી પાણીની ટાકીની આસપાસના વિસ્તારમાં જ પાણીનો કકળાટ છે.

પ્રથમ ફેઝના 76 ફ્લો મીટર શોભાના ગાંઠિયા સમાન બન્યા

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સુપરવિઝરી કંટ્રોલ એન્ડ ડેટા એક્વિઝિશન (સ્કાડા) સિસ્ટમનો પ્રથમ ફેઝ પૂર્ણ થઇ ગયો છે .જેમાં 76 ફ્લો મીટર પાણીની ટાંકી પર તેમજ પાણીની પ્રેશર લાઇન પર લગાવવામાં આવ્યા છે. જેને કારણે પીવાના પાણીમાં ટાંકીમાં રહેલું પાણીનું લેવલ અને પ્રેશર લાઈનમાં પાણીનું કેટલું પ્રેશર છે તેની જાણકારી મળી રહે. પરંતુ શહેરમાં ઠેર-ઠેર પાણીનો કકળાટ સર્જાતા કોર્પોરેશન હજુ સુધી આ મીટરો મારફતે ચોક્કસ માહિતી મેળવી શકી નથી.

પરિણામે કરોડો રૂપિયાના ખર્ચા બાદ હાલ આ મીટરો શોભાના ગાંઠિયા સમાન બન્યા છે. સંકલનની વાતો કરતા તંત્રએ સંકલન માટે મહત્વની એપ અભરાઈએ ચઢાવી

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિમાં કમિશનર સ્વરૂપ પી. એ વીએમસી વોટર વર્કસ સોશિયલ નામની એપ શરૂ કરવા અંગેનું પ્રેઝન્ટેશન રજૂ કરી  જણાવ્યું હતું કે, પીવાના પાણીના મુદ્દે અધિકારીઓ અને કોર્પોરેટર વચ્ચે સંકલન રહે તે માટે વડોદરા કોર્પોરેશન દ્વારા વીએમસી વોટર વર્ક્સ સોશિયલ નામની એપ તૈયાર કરવામાંઆવી છે.સ્કાડા સિસ્ટમના પ્રથમ ફેઝ પૂર્ણ થતા  પાણીમાં વતા લોસ અને લિકેજ મેન્ટેનન્સ વર્ક તેમજ વીજ પાવર ફેલિયોર થયો હોય તેને કારણે પાણી પહોંચાડવામાં વિલંબ થાય તેની પણ જાણકારી કોર્પોરેટર ને મળી રહે.પીવાના પાણીના મુદ્દે કોર્પોરેટર અને અધિકારીઓ વચ્ચેની કમ્યુનિકેશન ગેપ પણ આ એપ દ્વારા દૂર થશે તેવી આશા સેવી હતી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!