વડોદરા: સાઢુભાઇના ફલેટમાં ચાલતા જુગારધામ પર દરોડો,3 મહિલા સહિત 6 ઝડપાયા

On: March 22, 2022 10:47 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા,તા.22 માર્ચ 2021,મંગળવાર 

વડોદરાના હરણી વિસ્તારમાં સાઢુભાઇના ફલેટમાં જુગાર રમાડતા યુવક સહિત છ જણાંને પોલીસે ઝડપી પાડયા હતા. પકડાયેલાઓમાં 3 મહિલાનો પણ સમાવેશ થાય છે.

હરણી મોટનાથ રોડ પર આવેલા સંસ્કૃતિ એન્કલેવના સી ટાવરમાં 305 નંબરના ફ્લેટમાં જુગાર ધામ ચાલતું હોવાની વિગતોને પગલે ગઈ કાલે બપોરે પોલીસે દરોડો પાડ્યો હતો.

પોલીસે મકાન માલિક ધર્મેશ મહેન્દ્ર ભાઈ રાજપુતના ફ્લેટમાં જુગાર રમાડતા તેમના સાઢુ ચિરાગ જયરાજભાઇ રાજપુત (સંત કવર કોલોની વારસીયા) ને ઝડપી પાડયો હતો. જ્યારે, વીણા હિતેશભાઈ પંચાલ, દીપીકા વિપુલ ભાઈ પરમાર (બંને રહે.હરણી, સ્વાદ ક્વાર્ટસ), નીમા યોગેશભાઈ પુસવાણી (જગદંબા એપાર્ટમેન્ટ વારસિયા), ચંકી ગોપીચંદ રાજપાલ (સ્વાદ ક્વાર્ટસ, હરણી રોડ) અને સુરેશ કનૈયાલાલ ખત્રી (નારાયણ ધામ સોસાયટી,આરટીઓ પાસે,વારસિયા) ની અટકાયત કરી રોકડા રૂ 6810 તેમજ બે મોબાઇલ મળી કુલ રૂ 18 હજારની મતા કબજે કરી હતી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!