[ad_1]

વડોદરા,તા.22 માર્ચ 2021,મંગળવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓને સરકારના ધારાધોરણ પ્રમાણે 9,18,27 ના બઢતી અને ઉચ્ચતર પગાર ના નિયમમાંથી ઉચ્ચતર પગાર નો લાભ મળે છે પરંતુ બઢતી નહીં મળવાને કારણે અનેક પ્રકારના વિવાદો સર્જાતા હોય છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કર્મચારીઓ અને અધિકારીઓ ની બઢતી અને ઉચ્ચતર પગાર ધોરણ માટે સરકારના બનાવેલા નિયમો પ્રમાણે 9,18,27 વર્ષ પ્રમાણે બઢતી અને ઉચ્ચતર પગાર મળતો હોય છે.
આ નિયમનો અમલ કરવાની બાબતમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બેવડી નીતિ અપનાવવામાં આવે છે અને કર્મચારી અને અધિકારીઓને નોકરી મળ્યા બાદ સરકારના 9,18,27વર્ષના નિયમ પ્રમાણે ઉચ્ચતર પગારધોરણ આપી દેવામાં આવે છે પરંતુ બઢતી આપવામાં આવતી નથી જેથી કર્મચારીઓ અને અધિકારીઓ તેમની જવાબદારીમાંથી છટકી જતા હોય છે જે પ્રમાણે ઉચ્ચતર પગારમાં વધારો થાય છે એ પ્રમાણે હોદ્દો મળવો જોઈએ અને તે હોદ્દો મોટાભાગના કર્મચારીઓ લેતા નથી અને કર્મચારીઓને ઉચ્ચતર પગાર ધોરણ મેળવી લેતા હોય છે ત્યારે તેઓના પગારમાંથી કપાત કરવાનો પ્રશ્ન પણ ઉપસ્થિત થાય છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાજેતરમાં ભરતી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે ત્યારે આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે વડોદરા કોર્પોરેશનમાં જે કર્મચારીને ઉચ્ચતર પગાર ધોરણ મળ્યું હોય પરંતુ હોદ્દો લીધો નથી તેવા કર્મચારીઓએ તેમને મળતો પગાર ધોરણ રિફ્યુસ કરવો પડે નહીં તો નિયમ પ્રમાણે તેઓને મળતા ઉચ્ચતર પગારમાંથી કપાત કરવી પડે તેવો નિયમ છે પરંતુ કોર્પોરેશન તે નિયમનો ભંગ કરીને બઢતી નહી લેનારા કર્મચારીઓ અધિકારીઓને ઉચ્ચતર પગારનો લાભ છેલ્લા કેટલાક વર્ષોથી આપી રહ્યા છે.
સરકારના ધારાધોરણ પ્રમાણે કોર્પોરેશનમાં ટેકનિકલ હોય કે નોન ટેકનિકલ સ્ટાફ હોય તેઓને 9,18,27 વર્ષની નોકરી પ્રમાણે ઉચ્ચતર પગારધોરણ મળી જાય છે પરંતુ હોદ્દો મળતો નથી જેથી તેઓ તેમની જવાબદારીમાંથી છટકી જાય છે ત્યારે ઉચ્ચતર પગાર મેળવતા એન્જીનીયરો અને બિન ટેકનિકલ કર્મચારીઓ અને અધિકારીઓને બઢતી આપવા ને બદલે બહારથી ભરતી કરવામાં આવી રહી છે.
કોર્પોરેશનમાં ઉદાહરણરૂપે રૂ. 5400 પ્રમાણે ઉચ્ચતર પગારધોરણ મેળવતાં રેવન્યુ ઓફિસરોની નિમણૂક વોર્ડ ઓફિસર તરીકે થતી નથી અને વર્ગ-2 ના અધિકારીઓ સમકક્ષ ઉચ્ચતર પગાર મેળવે છે પરંતુ વર્ગ 2ના અધિકારીની જવાબદારી સંભાળતા નથી
એ જ પ્રમાણે ટેકનિકલમાં પણ કાર્યપાલક ઇજનેરનો પગાર ધોરણ મેળવતા હોય પરંતુ તેઓ ડેપ્યુટી એન્જીનીયર તરીકે ફરજ બજાવતા હોય છે ત્યારે આવા ટેકનિકલ અને બિન ટેકનિકલ અધિકારીઓ અને કર્મચારીઓ નિયમ પ્રમાણે હોદ્દો સ્વીકારવા તૈયાર ના હોય તો તેઓએ પગારધોરણ refuse કરવું પડે તેમ છતાં અનેક કર્મચારીઓ પગારધોરણ મેળવી લે છે પરંતુ જવાબદારી સ્વીકારતા નથી જેથી વિવાદ સર્જાયા કરે છે.
[ad_2]
Source link






