[ad_1]

વડોદરા, તા. 21
વડોદરા શહેરના પ્રબુધ્ધ નાગરિકો દ્વારા તાજેતરમાં એસબીઆઇ બેન્કમાં ક્લાર્કની ભરતીમાં સ્થાનિકોને અન્યાય થતો હોવાના મામલે તથા ભરતી કૌભાંડ મુદ્દે દેશના વડાપ્રધાન ને રજૂઆત કરવા આજે કલેક્ટરશ્રીની કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી.
રિક્રુટમેન્ટ ઓફ જુનિયર એસોસિયેટ્સ (કસ્ટમર સપોર્ટ એન્ડ સેલ્સ) એડમિનિસ્ટ્રેશન નં. CRPD/CR/2021-22/09 અંતર્ગત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ક્લાર્કની પરીક્ષા લેવામાં આવી હતી જેમાં ક્રાઇટ એરિયામાં જણાવ્યા મુજબ, પ્રથમ પરીક્ષા પાસ કર્યા બાદ કર્યા બાદ જે ઉમેદવારોએ મુખ્ય પરીક્ષા પાસ કરી હશે તેઓને સ્થાનિક ભાષામાં બોલતાં, લખતાં, વાંચતા અને સમઝતા આવડવું જ ઇએ જેની કસોટી લેવામાં આવશે પણ સાથે જે ઉમેદવારોએ ધોરણ 10 અને 12 માં સ્થાનિક ભાષામાં પરીક્ષા પાસ કરેલ હશે તેઓને આ કસોટીમાંથી મુક્તિ આપવામાં આવશે જો તે આ સ્થાનિક ભાષા કસોટીમાં ક્વોલીફાય થવામાં નિષ્ફળ જશે તો તેને બેંકમાં નિમણુંક આપવામાં આવશે નહિ પરંતુ ગુજરાતમાં આવેલ એસ.બી.આઇ.બેન્કમાં ભરતીમાં સ્થાનિકોને અન્યાય થયો હોય તેમ જણાય છે કારણકે જે લોકો સ્થાનિક ભાષા લખી, વાંચી કે સમજી શકતા નથી તે લોકોની ભરતી કરી સ્થાનિકોને અન્યાય કરવામાં આવ્યો છે જેનો વડોદરાના પ્રબુદ્ધ નાગરિકો તથા એસ.બી.આઇ.ના પૂર્વ કર્મચારીઓ દ્વારા વાંધો ઉઠાવી આજરોજ વડાપ્રધાન શ્રીને રજૂઆત કરવા વડોદરા કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગણી અંગે રજૂઆત કરવામાં આવી હતી. સાથે જ તેઓએ વડોદરાના સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટને મળીને સમગ્ર મામલે રજૂઆત કરતાં તેમણે દેશના નાણાંમંત્રી નિર્મલા સીતારમન તથા જરૂર પડે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જરૂરી પૂરાવાઓ સાથે રજૂઆત કરવાની બાંહેધરી આપી હતી તેમ એસ.બી.આઇ યુનિયનના પૂર્વ પ્રમુખ ભરતભાઇ ચૌહાણે જણાવ્યું હતું.
[ad_2]
Source link






