[ad_1]
અમદાવાદ,તા.19 માર્ચ 2022, શનિવાર
ગુજરાતમાં છેલ્લા અઠવાડિયાથી હિટ વેવ ચાલી રહ્યો છે. રાજ્યમાં કેટલીક જગ્યાએ ૪૧ ડિગ્રીને પાર તાપમાનને લઇને હિટ સ્ટ્રોકના ચાર બનાવ સામે આવ્યા છે. દેવભુમિ દ્રારકામાં ૩ અને રાજકોટમાં ૧ વ્યક્તિને લૂ લાગી હતી. જેને કારણે તેઓને તાત્કાલિક ઇમરજન્સી સેવા ૧૦૮ની મદદથી સારવાર માટે લઇ જવા પડયા હતા. હિટવેવને લઇને અન્ય બીમારીઓમાં પણ ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. અસહ્ય ગરમીની અસર લોકોના સ્વાસ્થ્ય પર સીધી પડી રહી છે.
ઇમરજન્સી સેવા ૧૦૮ના અધિકારીઓના જણાવ્યા મુજબ રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનનો પારો ૪૧ ડિગ્રીની આસપાસ જોવા મળી રહ્યો છે. હિટ વેવની આ સ્થિતિમાં ઇમરજન્સી સેવા ૧૦૮ના કોલમાં થોડો વધારો થયો છે.
વિવિધ બીમારીઓથી પીડાતા હોય તેવા લોકોને ગરમીના કારણે વધુ તકલીફ સહન કરવી પડે છે. ગરમીની લૂ લાગવાના કારણે આ કેસોમાં વધારો થયો હોય તેવું અનુમાન છે. તા.૧૨ માર્ચથી તા.૧૮ માર્ચ સુધીના અઠવાડિયામાં અમદાવાદમાં પેટના દુખાવાના ૩૪૪ કેસ અને રાજ્યમાં ૧,૩૨૬ કેસ નોંધાયા હતા. જે ગત ફેબુ્રઆરી માસના છેલ્લા અઠવાડિયાની તુલનામાં ૨૦.૬૬ ટકા વધુ કેસ છે.
ઝાળા-ઉલટીના કેસની વાત કરીએ તો અમદાવાદમાં ૪૪.૭૫ ટકા અને રાજ્યમાં ૩૨.૩૧ ટકાનો વધારો ઉપરોક્ત સમયગાળામાં જોવા મળ્યો છે. શ્વાસ લેવામાં તકલીફમાં અનુક્રમે અમદાવાદમાં ૧૪.૧૪ ટકાનો ઘટાડો નોંધાયો હતો જ્યારે રાજ્યના કેસમાં પણ ૯.૪૧ ટકાનો ઘટાડો રહ્યો હતો.
મુર્છિત થઇ જવાના કેસમાં અમદાવાદમાં ૧૦.૦૭ ટકાનો વધારો જોવાયો હતો.પેટમાં દુખાવો, ઝાળા-ઉલટી, છાતીમાં દુખાવો અને અકસ્માતે પડી જવાના કિસ્સા વધ્યા હતા. આ બધા કેસની સંખ્યા અચાનક વધવા પાછળ હિટ વેવ જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે હિટ સ્ટ્રોક થયું હોય તેવું કહી શકાય તેવા ૪ કેસ ઇમરજન્સી સેવા ૧૦૮ના ચોપડે નોંધાયા છે. સરકારી ચોપડે ન નોંધાયા હોય તેવા હિટ સ્ટ્રોકના કેસનો આંકડો વધારે હોવાનું અનુમાન છે.
વધારે પાણી પીવું, બપોરે ઘરની બહાર ન નીકળવું, બહારનો નાસ્તો ન કરવો, પ્રમાણસર જ જમવું, બપોરે મજૂરી કામ ન કરવું, હાઇવે પર વાહન ન હંકારવા સહિતની તકેદારી લેવાથી હિટવેવથી બચી શકાય છે.
તા.12 થી 18 માર્ચ દરમિયાન 108 માં નોંધાયેલા કેસ
|
વિગત |
અમદાવાદ |
ગુજરાત |
|
પેટનો દુખાવો |
૩૪૪ |
૧,૩૨૩ |
|
ઝાળા-ઉલટી |
૨૬૨ |
૯૮૭ |
|
શ્વાસલેવામાં સમસ્યા |
૩૨૮ |
૧,૨૪૨ |
|
બ્લડ પ્રેસર |
૫૩ |
૧૭૫ |
|
છાતીમાં દુખાવો |
૧૮૬ |
૬૪૭ |
|
નોન વ્હિલકલ એક્સીડેન્ટ |
૨૫૫ |
૧,૦૪૯ |
|
મુર્છિત |
૩૦૬ |
૧,૧૭૪ |
|
માથું દુખવું |
૨૦ |
૫૦ |
|
હિટ સ્ટ્રોક |
– |
૪ |
[ad_2]
Source link






