સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાંઃ દર્દીને લઇ જઇ રહેલા પ્રાઇવેટ એમ્બ્યુલન્સના ચાલકની નણંદ-ભાભી સાથે બિભત્સ છેડછાડ કરી

On: March 16, 2022 10:41 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

– સિવિલ હોસ્પિટલમાંથી એમ્બ્યુલન્સ બહાર નીકળતા વેંત ભાભીની જાંઘ પર હાથ મુક્યોઃ ઓલપાડ પહોંચ્યા તો નણંદની કમરે હાથ ફેરવતા માર મારી પોલીસને હવાલે કર્યો

સુરત
નવી સિવિલ હોસ્પિટલમાંથી ઓલપાડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મહિલા દર્દી અને તેના પરિવારને લઇને જઇ રહેલા પ્રાઇવેટ એમ્બ્યુલન્સના ચાલકે નણંદ-ભાભી સાથે બિભત્સ હરકતો કરતા મામલો જિલ્લાના કીમ પોલીસ સ્ટેશન અને ત્યાર બાદ ખટોદરા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. પોલીસે ચાલકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ગામમાં રહેતી અમીતા (ઉ.વ. 25 નામ બદલ્યું છે) ની સાસુ બિમાર હોવાથી ગત રોજ સવારે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દરમિયાનમાં ગત રાત્રે રજા આપવામાં આવતા સિવિલ હોસ્પિટલમાંથી સાસુને ઘરે લઇ જવા માટે રૂ. 1500 ભાડુ નક્કી કરી પ્રાઇવેટ એમ્બ્યુલન્સ નં. જીજે-5 બીએક્સ-6879 માં ઘરે લઇ જઇ રહ્યા હતા. અમીતા ડ્રાઇવરની બાજુની સીટ પર જયારે તેનો પતિ, સાસુ અને બે નણંદ પાછળ બેઠા હતા. દરમિયાનમાં સિવિલ હોસ્પિટલ કેમ્પસમાંથી એમ્બ્યુલન્સ બહાર નીકળી હતી અને મજૂરા ગેટ ફ્લાય ઓવર બ્રિજ પરથી પસાર થઇ રહી હતી ત્યારે એમ્બ્યુલન્સના ચાલક મુકેશગીરી ભીખુગીરી (ઉ.વ. 40 રહે. એ/નક્ષત્ર ટાઉનશીપ, ખરવાસા-ડીંડોલી રોડ) એ અચાનક જ અમીતાની જાંઘ પર હાથ મુકી દીધો હતો. જેથી ચોંકી ગયેલી અમીતાએ તુરંત જ પતિને જાણ કરી હતી.

પતિએ અમીતાને એમ્બ્યુલન્સની પાછળના ભાગે બેસવા બોલાવી લીધી હતી. ત્યાર બાદ એમ્બ્યુલન્સ અમીતાના ગામ નજીક પહોંચી ત્યારે ડ્રાઇવર મુકેશગીરીએ અમીતાની નણંજ જલ્પા (ઉ.વ. 20 નામ બદલ્યું છે) ના કમર પર હાથ ફેરવી બિભત્સ હરકતો કરી હતી. જેથી અમીતા અને તેના પરિજનોએ મુકેશગીરીને માર મારી કંટ્રોલ રૂમમાં ફોન કરતા જિલ્લાની કીમ પોલીસ દોડી ગઇ હતી અને મુકેશગીરીને ડિટેઇન કરી ખટોદરા પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!