[ad_1]

જામનગર, તા.05 માર્ચ,2022
જામનગર નજીક દરેડમાં પોલીસે જુગાર અંગે દરોડો પાડયો હતો, અને જાહેરમાં ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહેલા ચાર શખ્સોની પોલીસે અટકાયત કરી લઇ તેઓ પાસેથી રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબ્જે કર્યું છે.
જામનગરના પંચકોશી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે દરેડ વિસ્તારમાં પટેલ શેરીના નાકેથી જાહેરમાં ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહેલા સોનુ કલ્યાણસિંહ પરિહાર, રણબીર કામતા પરીયાર, અશોક પ્રકાશભાઈ પટવા, અને લલ્લા સાહબ રુસ્તમસિંગ પરિહાર વગેરે ચાર શખ્સોની અટકાયત કરી લઈ તે પાસેથી રૂપિયા 3,110ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબ્જે કર્યું છે.
[ad_2]
Source link






