સ્માર્ટ શાસકોના સ્માર્ટ ફૂટપાથ ચાલવા,પાર્કીંગ કે દબાણ માટે

On: March 4, 2022 4:06 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા, તા. 04 માર્ચ, 2022 

વડોદરા શહેરના સ્માર્ટ શાસકોએ વડોદરાવાસીઓને વડોદરાને શાંઘાઈ સમાન સપના દેખાડી સ્માર્ટ પ્રોજેક્ટો હાથ ધર્યા છે. જે પૈકી હાલ સ્માર્ટ ફુટપાથનું નિર્માણ ચાલી રહ્યું છે. ત્યારે આ ફૂટપાથ હવે વિવાદના દાયરામાં આવ્યા છે. કોર્પોરેશને ફૂટપાથ માટેની નવી પ્રક્રિયા હાથ ધરતા હવે માર્ગની બંને તરફ પાર્કિંગ પોઇન્ટ ઉભા થવાની સાથે ફૂટપાથ ઉપર ધંધાર્થીઓએ અડીંગો જમાવી દીધો છે. પરિણામે રાહદારીઓને વાહનોથી બચી ચાલવાની નોબત આવતા અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. તંત્રના આ પ્રકારના આયોજન  નાણાંના વેડફાટ સાથે પ્રજાની મુશ્કેલી ઉભી કરી રહ્યા છે.

વડોદરા શહેરમાં દિનપ્રતિદિન વસ્તી તથા ટ્રાફિકની સમસ્યામાં વધારો થઈ રહ્યો છે. આ માટે વડોદરા કોર્પોરેશન તથા પોલીસ પ્રશાસનમાં ઠોસ પગલા અને જરૂરી આયોજનોનો અભાવ જોવા મળી રહ્યો છે. શહેરમાં ચારે તરફ હવે ટ્રાફિકનું ભારણ જોવા મળી રહ્યું છે. માર્ગ ખુલ્લા કરવાની સાથે જરૂરિયાત મુજબ  પહોળા કરવા તંત્રની ફરજ છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી વડોદરામાં વકરેલી ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે હજુ સુધી યોગ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું નથી. સ્માર્ટ ટ્રાફિક સિગ્નલ પોલ  કાગળ પૂરતું છે. ડિવાઈડર, સ્પીડ બ્રેકર અને કેટલાક રસ્તાના ઠેકાણા નથી. મારી મચોડી ચાલતા ટ્રાફિક સિગ્નલો ઉપર હોર્ડિંગ્સ બોર્ડનો જમાવડો જોવા મળી રહ્યો છે. શહેરના ટ્રાફિક જનકશનો ઉપર ટ્રાફિક પોલીસ તથા ટી આર બી જવાનો માટે ઉભા રહેવાની જગ્યા નથી. આ પરિસ્થિતિ વચ્ચે કોર્પોરેશનના સ્માર્ટ આયોજનો મુશ્કેલીમાં વધારો કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. કોર્પોરેશન દ્વારા હાલમાં નવા ફૂટપાથ વિકસાવવામાં આવી રહ્યા છે. જેના કારણે માર્ગના લેવલે પેવર બ્લોક બેસાડતા નાગરિકો તેનો પાર્કિંગ માટે ઉપયોગ કરી રહ્યા છે. જેનો પુરાવો કોર્પોરેશન કચેરીના ગેટ પાસે માર્ગની બંને તરફ જોવા મળશે. તદુપરાંત ત્યારબાદ ફૂટપાથનું નિર્માણ થતા આગળ વાહનોના કારણે ધંધાર્થીઓને મોકળું મેદાન મળી ગયું છે. અને આ પ્રકારના ફૂટપાથ ઉપર હવે લારી તથા દુકાનદારોએ કબજો જમાવી દીધો છે. રાહદારીઓની સુવિધા માટે ઊભો કરેલો ફુટપાથ હવે તેમની માટે જીવનું જોખમ સાબિત થયું છે. 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!