[ad_1]

વડોદરા, તા. 04 માર્ચ, 2022
વડોદરા શહેરની વિવિધ બેન્કોમાં ત્રણ વર્ષમાં 3.87 લાખની બનાવટી ચલણી નોટો જમા થયાના સપાટી પર આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2016માં નોટબંધી જાહેર થઈ તે પછીય આવો સિલસીલો ચાલુ રહ્યો છે. સૌથી વધુ નકલી નોટો 500ના દરની મળી આવી છે. ક્રાઇમ બ્રાંચે આ અંગે ગુનો નોંધી તપાસ હાથધરી છે.
નકલી નોટો મોટી માત્રામાં બજારોમાં ફરતી થતી હોય છે અને ત્યારબાદ ગ્રાહકો પાસે જતા તે લોકો બેન્કમાં જમા કરાવતા હોય છે. સામાન્યપણે આ નકલી નોટો ભારતીય ચલણ જેવી જ દેખાતી હોય છે. પરંતુ ટેક્નિકલ વ્યુ સિવાય આ નોટને જલદી ઓળખી શકાતી નથી. વડોદરાની એચડીએફસી , યસ, કોટક, મહિન્દ્રા, બીઓબી, ઉજજીવન , એસબીઆઈ, આઇડીબીઆઈ, આરબીઆઈ તેમજ એયુ ફાયનાન્સ સહિતની બેંકોમાં વર્ષ 2020 થી વર્ષ 2022 દરમિયાન 50,100, 200 ,500 અને 2000ના દરની 801 નકલી નોટો મળી આવી છે. નોટબંધી અગાઉ અને નોટબંધી બાદ બેંકો માંથી રૂ. 50 ની 11નોટો, રૂ 100ની 247 નોટો, રૂ. 200ની 94 નોટો, રૂ. 500ની 370 નોટો તેમજ રૂ. 2000ની 79 નોટો મળી આવી છે. આમ રૂ. 03,87,050 ની કુલ 801 બનાવટી ચલણી નોટો મળી આવી છે. નકલી નોટ ભારતીય બજારમાં ફરતી કરી ભારતીય અર્થતંત્રને નુકસાન પહોંચાડવા માટે પૂર્વ આયોજિત કાવતરું રચી તે પાર પાડવાના ભાગરૂપે સુનિયોજિત સાંકળ કાર્યરત હોવાનું લાગી રહ્યું છે. બનાવટી ચલણી નોટો બનાવનાર તેમજ ભારતીય અર્થતંત્રને નુકસાન પહોંચાડનાર આ ગુનામાં સંડોવાયેલા શખસોને ઝડપી પાડવા પોલીસે તલસ્પર્શી તપાસ હાથ ધરી છે. પોલીસ અજાણી વ્યક્તિ સામે ગુનો નોંધી તપાસ તો શરૂ કરી છે. પરંતુ આ નકલી નોટો બેન્કમાં કોણ જમા કરાવી ગયું છે. તેની માહિતી આજ સુધીમાં બહાર આવી નથી .
[ad_2]
Source link






