ગુજરાતમાં પાંચ એગ્રોફૂડ પાંચ સી-ફૂડ પાર્ક બનાવાશે

On: March 4, 2022 5:02 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

ઉદ્યોગો માટે 7,030 કરોડનું બજેટ નાના ઉદ્યોગો માટે 1,360 કરોડ ખર્ચાશે

ગાંધીનગર : ગુજરાતના ઉદ્યોગો માટે બજેટમાં ખાસ મહત્વની જોગવાઇ કરવામાં આવી નથી. સરકારે 7030 કરોડનું બજેટ ફાળવ્યું છે જે ઉદ્યોગજૂથો અને ઔદ્યોગિક વિકાસને ખાસ અસરકર્તા નથી. વિભાગની જોગવાઇ આ પ્રમાણે છે.

* ટેક્ષટાઇલ ઉદ્યોગોને પ્રોત્સાહન આપી ટેક્ષટાઇલ વેલ્યુ ચેઇન પૈકીના ખાસ ક્ષેત્રોને મજબૂત કરવા માટે 1450 કરોડ.

* એમએસએમઇ ઉદ્યોગોમાં સ્પર્ધાત્મકતા વધારવા સ્કીમ ફોર ફાયનાન્સિસ્યલ આસિસ્ટન્સહ ટુ ઈન્ડસ્ટ્રીઝ યોજના હેઠળ 1360 કરોડ.

* બાજપાઇ બેંકેબલ યોજના અન્વયે અંદાજે 37 હજાર લાભાર્થીઓને ધિરાણ માટે વ્યાજ  સહાય આપવા 238 કરોડ.

* નવા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહિત કરવા માટે તથા રાજ્યમાં સ્ટાર્ટ-અપ ઇકો સીસ્ટમને વધુ સુદ્રઢ બનાવવા અર્થે સ્ટાર્ટ-અપ-વેન્ચર ફાયનાન્સર યોજના માટે 200 કરોડ.

* નવી ઔદ્યોગિક પ્રોત્સાહન યોજના તથા તે અંગેના સંશોધન અને વિકાસ અર્થે ગ્રીન ઇનોવેશન ફંડ માટે 50 કરોડ.

* નાના પ્રકારના ધંધા રોજગાર કરતા 34 હજાર લાભાર્થીઓને 27 ટ્રેડ માટે સાધન-ઓજાર સ્વરૂપે સહાય આપવા 48 કરોડ.

* રાજ્યના વાયેબલ માંદા ઔદ્યોગિક એકમોના પુનર્વસન માટે 45 કરોડ.

* ધોલેરા ઈન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટો પ્રમોશન સ્કીમ હેઠળ 40 કરોડ.

* સંસ્થા ઓને સંશોધન અને પ્રોડક્ટ ડેવલપમેન્ટ સેન્ટર સ્થાપવા 20 કરોડ.

* રાજ્યમાં પાંચ સ્થળોએ એગ્રો-ફુડ પાર્કની સ્થાપના કરવાનું આયોજન. 

* મત્સ્યોદ્યોગને પ્રોત્સાહન આપી નિકાસને વેગ આપવા પાંચ સી-ફુડ પાર્કની સ્થાપના કરવાનંન આયોજન.

* IT & BT ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપવા માટે નવી IT & BT નીતિમાં 111 કરોડ.

* પ્રવાસન ઉદ્યોગ થકી રોજગારી માટે 465 કરોડ ખર્ચાશે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!