આગામી વર્ષે રાજ્યમાં 10,000 કરોડના માર્ગોના કામો હાથ પર લેવાશે

On: March 4, 2022 4:40 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

દરિયાકાંઠે આવેલ હયાત રસ્તાઓનું અપગ્રેડેશન તેમજ પુલના બાંધકામ સહિત કોસ્ટલ હાઇ-વે વિકસાવવા પ્રથમ તબક્કાની કામગીરી માટે 244 કરોડ

ગાંધીનગર : રાજ્યના માર્ગ-મકાન વિભાગ માટે 12024 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. સરકારે આગામી વર્ષમાં 10,000 કરોડના માર્ગોના કામો હાથ પર લેવાનો નિર્ણય કર્યો છે. વિભાગની જોગવાઇ આ પ્રમાણે છે.

* ર01 કિલોમીટરના અમદાવાદ-બગોદરા-રાજકોટ હાઇવેને 33પ0 કરોડના ખર્ચે  છ-માર્ગીય  કરવાની કામગીરી.

* મહાનગરો, બંદરો, ઔદ્યોગિક વિસ્તારો, પ્રવાસન તથા યાત્રાધામોને જોડતા 830 કિલોમીટરના 49 રસ્તાઓના અનુભાગોને ફોર-લેન બનાવવાની 2801 કરોડની કામગીરી.

* પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત 1750 કિલોમીટર અને મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત 4500 કિલોમીટર લંબાઇના ગ્રામ્ય રસ્તાઓ અને 200 જેટલા પુલો માટે 2208 કરોડ.

* 79 રસ્તાના અનુભાગોની 1253 કિલોમીટર લંબાઈને 7 કે 10 મીટર પહોળા કરવાની 1537 કરોડની કામગીરી.

* સરખેજ-ગાંધીનગર હાઇવેને 913 કરોડના ખર્ચે છ-માર્ગીય કરવાની કામગીરી પૂર્ણતાના આરે.

* વિશ્વબેન્ક સહાયિત યોજના અંતર્ગત મહેસાણા-પાલનપુર રાજ્ય ધોરીમાર્ગની ફ્લાયઓવર સહિત  છ-માર્ગીયકરણની 570 કરોડની કામગીરી.

* ગાંધીનગર-કોબા-હાંસોલ રોડ (એરપોર્ટ રોડ) પર રાજસ્થાન સર્કલ પર 136 કરોડના ખર્ચે એકસ્ટ્રા ડોઝ કેબલ સ્ટેડ બ્રિજ તેમજ રક્ષાશક્તિ સર્કલ પર પ0 કરોડના ખર્ચે ફલાય ઓવરબ્રીજના કામો.

રેલ્વે ક્રોસીંગ પર ઓવરબ્રીજ બાંધવા અંગે….

* ડેડીકેટેડ ફ્રેઇટ કોરીડોર ઉપર આવતા તેમજ અન્ય રેલ્વે ક્રોસીંગો ઉપર 4100 કરોડના ખર્ચે 78 રેલ્વે ઓવરબ્રીજની કામગીરી.

* રાજ્યમાં 1 લાખ કરતા વધારે ટીવીયુ ધરાવતા રેલ્વે ક્રોસીંગો ઉપર 5 હજાર કરોડના ખર્ચે 100 ઓવરબ્રીજની કામગીરી.

* પી.એમ. ગતિશકિત અંતર્ગત મહત્વના પ્રોજેક્ટ અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેનના ઇક્વીટી ફાળા માટે 1870 કરોડ.

* બગોદરા-તારાપુર-વાસદ રસ્તાની 101 કિલોમીટરની લંબાઇને 1654 કરોડના ખર્ચે છ-માર્ગીકરણની કામગીરી પૂર્ણતાના આરે.

માર્ગોના નવા કામો…

* દરિયાકાંઠે આવેલ હયાત રસ્તાઓનું અપગ્રેડેશન તેમજ પુલના બાંધકામ સહિત કોસ્ટલ હાઇ-વે વિકસાવવા પ્રથમ તબક્કાની કામગીરી માટે 244 કરોડ.

* આદિજાતિ વિસ્તારમાં ગામમાંથી શાળા તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુધીના પાકા રસ્તા અને પુલો બનાવવા 105 કરોડ.

* સુરત ખાતે બહુમાળી વહીવટી ભવનમાં રાજ્ય સરકારની કચેરીઓને કાર્યાન્વિત કરવા ઓફિસ સ્પેસ પેટે 100 કરોડ.

* આદિજાતિ વિસ્તારના ગિરિમથક સાપુતારાથી શબરીધામ, ઝરવાણી ધોધ થઇને સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતા નગરને જોડતા 10 મીટર પહોળા અને 218 કિલોમીટર લંબાઇના રસ્તાને વિકસાવવા 90 કરોડ.

* ભરૂચ બાયપાસ પર શ્રવણ ચોકડી પર 400 કરોડના ખર્ચે 2 કિલોમીટર લંબાઇનો છ-માર્ગીય એલીવેટેડ કોરીડોર.

* વઘઇ-સાપુતારા રસ્તાની 40 કિલોમીટર લંબાઇને અંદાજિત 1200 કરોડના ખર્ચે ચાર-માર્ગીય કરવાનું આયોજન.

* ઉભરાટ ખાતે સુરત અને નવસારી જિલ્લાને જોડતા 300 કરોડની કિંમતના નવીન પુલની કામગીરીનું આયોજન.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!