[ad_1]

અમદાવાદ, તા. 03 માર્ચ
અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર પ્રેમ વીર સિંહ તથા નાયબ પોલીસ કમિશનર ચૈતન્ય આર. મિંડલીક દ્વારા અમદાવાદ શહેરમાં બની રહેલા મિલકત સંબંધી ગુનાઓના ઉકેલ માટે સૂચના આપવામાં આવી હતી.
તેના અનુસંધાને શાખાના પો.ઈન્સ. જે.એન. ચાવડા તથા સ્કોડના પો.સ.ઈ. એ.પી. જબેલીયા, વી.કે. ઝાલા, એચ.જે. જીતીયા તથા જે.ડી. પ્રજાપતિ તથા સ્ટાફના માણસો દ્વારા અમદાવાદ શહેર વિસ્તારમાં આવા ગુનાઓમાં ગયેલ ચોરીનો મુદ્દામાલ શોધી કાઢવા સારૂ કામગીરી હાથ ધરવામાં આવેલી.
દરમ્યાન તા.૦૨/૦૩/૨૧ ના રોજ મળેલ ચોક્કસ બાતમીના આધારે નાના ચિલોડા રોડ હોટલ જયોતી સામેથી અજય ઉર્ફે અજુબા સ/ઓ ગોપાલ બચુ ગાગડેકર (છારા), ઉ.વ.૩૨, રહે. ઘર નં.૬૩, ફ્રી-કોલોની, છારાનગર, કુબેરનગર, સરદારનગર અમદાવાદ શહેર તેના કબજાની રોકડ રકમ રૂ. ૧૪,૦૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવતા મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.
પુછપરછ દરમિયાન તેણે તા. ૨૪/૨/૨૨ ના રોજ પોતે તથા પોતાના સાથીદાર અજય બિરજુ ગારિંગે, રહે. જલગાંવ મહારાષ્ટ્ર તથા આ અજય ગારિંગે તેની સાથે લાવેલ તે બીજા બે માણસ એક એફ.ઝેડ તથા સ્પ્લેન્ડર બાઇકો લઇને આંબાવડી તરફ ગયેલા તેમ જણાવ્યું. તેમણે હોટલ સીટી કોર્નર રેસ્ટોરન્ટ ત્રણ રસ્તા ખાતે ફરીયાદીની સ્વીફટ ગાડી સાથે જાણી જોઇને બાઈક અથડાવેલ અને ફરીયાદી સાથે આ બાબતે ઝગડો બોલાચાલી કરેલ. તે દરમિયાન ફરીયાદીની નજર ચુકવી એક માણસે સ્વીફટ ગાડીની આગળની સીટ પર પડેલ બેગ ઉઠાવતાં ફરીયાદી જોઇ જતાં ઝપાઝપી કરીને રૂ. ૨૮,૦૦૦૦૦/- (અઠ્યાવીસ લાખ) રોકડા ભરેલ બેગ ખેંચી ચારેય જણા બન્ને બાઈકો ઉપર ભાગી ગયેલ. આ મામલે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં લૂંટનો ગુનો દાખલ થયો હતો.
આરોપીનો ગુન્હાહીત ઈતિહાસ:
આરોપી અજય ઉર્ફેઅજુબા સ/ઓ ગોપાલ બચુગાગડેકર (છારા) શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં ચોરી અને લૂંટ સહિતના વિવિધ મામલે 6 વખત પકડાયેલો અને તેની 2 વખત પાસા અંતર્ગત અટકાયત કરવામાં આવેલી.
[ad_2]
Source link






