[ad_1]
અમદાવાદ,મંગળવાર,1 માર્ચ,2022
અમદાવાદ શહેરની કચરાની મુખ્ય ડમ્પ સાઈટને ઝીરો વેસ્ટ ડમ્પ
સાઈટ બનાવવાના નામે મ્યુનિસિપલ તંત્રના અધિકારીઓ અને સત્તાધારી પક્ષ બંને
શહેરીજનોને ઉલટા ચશ્મા પહેરાવી રહ્યા છે.૩૫ વર્ષ પહેલા પીરાણા ડમ્પ સાઈટ ખાતે એકઠા
થતા કચરામાંથી નીકળતા મિથેન ગેસને એકઠો કરી તેનો ઉપયોગ કરવાનાપ્રોજેકટ માટે
અમેરિકાથી વૈજ્ઞાનિકને ખાસ અમદાવાદ બોલાવાયા હતા.૩૫ વર્ષ બાદ પણ આ પ્રોજેકટ
દિવાસ્વપન સાબિત થઈ રહ્યો છે.
અમદાવાદની પીરાણા ખાતે આવેલી કચરાની મુખ્ય ડમ્પ સાઈટને
કચરામુકત કરવા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા આપવામાં આવેલી ડેટલાઈન મુજબ
ઓગસ્ટ-૨૦૨૨ સુધીમાં સાઈટને ઝીરો વેસ્ટ પરિસ્થિતિમાં લાવવાની છે.હાલની પરિસ્થિતિ
જોતા ઓગસ્ટ-૨૦૨૨ નહીં પરંતુ આવનારા ચારથી
પાંચ વર્ષ સુધી આ કામગીરી શકય બને એમ નથી.
મ્યુનિ.વહીવટી તંત્ર પીરાણા ડમ્પ સાઈટને લઈ અવારનવાર નવા દસ
વર્ષ સુધીના ટેન્ડર બહાર પાડવામાં આવી રહ્યા છે.વર્ષ-૧૯૮૭માં મ્યુનિ.માં રેફયુઝ
કમિટીને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનું નવુ નામ આપવામાં આવ્યુ હતું.એ સમયે સ્વ.હરેન
પંડયા અને ઈસનપુરના પૂર્વ કોર્પોરેટર દક્ષેશ કનુપ્રસાદ મહેતા આ કમિટીના ચેરમેન અને
ડેપ્યુટી ચેરમેન હતા.
મ્યુનિ.ના પૂર્વ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પી.યુ.અસનાનીની
હાજરીમાં એ સમયે અમેરિકાથી મિસ્ટર બ્રાઉન નામના વૈજ્ઞાનિકને અમદાવાદ બોલાવાયા
હતા.શહેરમાંથી એકઠા કરવામાં આવેલા કચરામાંથી જુના લકકડીયા પુલ પાસે કચરામાંથી
નીકળતા મિથેનગેસને એકઠો કરી તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય એ માટે એક
પ્રયોગકરવામાં આવ્યો હતો.બાદમાં પીરાણા ડમ્પ સાઈટ ખાતે એકઠા થતા કચરામાંથી ઉત્પન્ન થતા મિથેનગેસ ને ફરી ઉપયોગમાં લેવાના પ્રોજેકટની જાહેરાત કરવામાં
આવી હતી.આ પ્રોજેકટ હાલના મ્યુનિ. વહીવટી તંત્રમાં ફરજ બજાવતા ઉચ્ચ અધિકારીઓ અને
વર્તમાન શાસકોએ અભેરાઈ ઉપર ચઢાવી હવે વીજળી ઉત્પન્ન કરવા સહિતના નવા સપના
શહેરીજનોને બતાવવાના શરુ કર્યા છે.
[ad_2]
Source link






