[ad_1]
મોડાસા,તા. 1
ભિલોડા તાલુકાના મહેરૂ ગામેથી પોતાના પરિવાર સાથે સાળીના ઘરે
મહેમાનગતિ જઈ રહેલા બાઈક ચાલકને અજાણ્યા પીકઅપ
ડાલાએ ટક્કર મારી અકસ્માત સર્જયો હતો.આ અકસ્માતમાં ૩૬ વર્ષિય શખ્સનું મોત નીપજયું
હતું.જયારે બાઈક પર સવાર મહિલા અને તેના બે દિકરાને ઈજાઓ પહોંચી હતી. નાના દિકરાને
ગંભીર ઈજાઓ પહોંચતાં હિંમતનગર અને ત્યાર બાદ અમદાવાદ સીવીલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.આમ
આ અકસ્માતમાં ઘરના મોભીના મોતથી પરિવાર ઉપર આફતના ઓળા ઉતર્યા હતા.ભિલોડા પોલીસે અકસ્માત
સર્જી ભાગી ગયેલા અજાણ્યા પીકઅપ ડાલા ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી
હાથ ધરી હતી.
ભિલોડા તાલુકાના મહેરૂ ગામના વતની અને અમદાવાદ એરપોર્ટ ખાતે
પ્રાઈવેટ નોકરી કરતા જયંતિભાઈ જીવાભાઈ કટારા(ઉ.વ.૩૬) નાઓ ૧૫ દિવસની રજા લઈ ઘરે આવ્યા
હતા.સોમવારના રોજ તેમના ૫ત્ની લીલીબેનના કહેવાથી આ પતિ-પત્ની અને તેમના બે પુત્ર બાઈક
લઈ પાંચમહુડી ગામે તેમના સાળીના ઘરે જઈ રહયા હતા.ત્યારે મહેરૂ- અભાપુર રોડે પુરઝડપે
હંકારાઈ રહેલ પીકઅપ ડાલાના ચાલકે આ બાઈકને ટક્કર મારી અકસમાત સર્જયો હતો. આ અકસ્માતમાં
જંયતિભાઈ અને તેમનો પુત્ર સુમીત રોડ ઉપર પટકાયા હતા.જયારે પત્ની લીલીબેન અને પુત્ર
હાર્દિક રોડની સાઈડમાં ફેકાઈ ગયા હતા. આ અકસ્માતની જાણ લીલીબેન દ્વારા તેમના ભાણેજને
કરાતાં પરિવારજનો અને ઈમરજન્સી વાન ૧૦૮ સ્થળ ઉપર આવતા આ ઈજાગ્રસ્તોને ભિલોડાની કોટેજ
હોસ્પિટલમાં ખસેડાયા હતા.આ અકસ્માતમાં માતા અને પુત્રને નાની મોટી ઈજાઓ પહોંચી હતી.
જયારે બાઈક ચાલક પિતા અને નાનો પુત્ર ગંભીર રીતે ઘવાતા હિંમતનગર સીવીલ હોસ્પિટલમાં
ખસેડાયા હતા.પરંતુ માથાના ભાગે પહોંચેલી ગંભીર જીવલેણ ઈજાઓને લઈ બાઈક ચાલક જયંતિભાઈ
જીવાભાઈ કટારા(ઉ.વ.૩૬) નું રસ્તામાં જ મોત
નીપજયું હતું.જયારે પુત્ર સુમિતને વધુ સારવારની જરૂરીયાત જણાતાં અમદાવાદ સીવીલ હોસ્પિટલ
ખાતે શીફટ કરાયો હતો.
આ અકસ્માતને લઈ લીલીબેન જયંતીભાઈ કટારા એ ભિલોડા પોલીસ સ્ટેશને
ફરીયાદ નોંધાવતાં પોલીસે અકસ્માત સર્જી ભાગી છુટેલા અજાણ્યા પીકઅપ ડાલાના ચાલક વિરૂધ્ધ
ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
એક તરફ પતિનું મોત અને બીજી તરફ નાના પુત્રની ગંભીર હાલતને લઈ
આ પરિવાર ઉપર આફત ઉતરી આવી હતી. આ પરિવારમાં ૩૬ વર્ષિય યુવકના મોતથી આક્રંદ છવાયું
હતું.
[ad_2]
Source link






