Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

પુત્રીના મૃત્યુના ચોથા દિવસે વિષ્ણુ સોલંકી ટીમમાં જોડાઇ ગયો : સેંચ્યૂરી ફટકારી

On: February 26, 2022 12:30 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


વડોદરા : સારા ખેલાડી હોવુ અને ખેલ પ્રત્યે ઝનૂન હોવુ એ બન્ને અલગ વાત છે. વડોદરાના ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર વિષ્ણુ સોલંકીને ખેલ પ્રત્યે એટલે કે ક્રિકેટ પ્રત્યે તેમને કેટલો લગાવ અને ઝનુન છે તે એ વાત પરથી જાણવા મળે છે કે જન્મીને ૨૪ કલાકમાં મૃત્યુ પામેલી પુત્રીની અંતિમક્રિયા પતાવીને વિષ્ણુ સોલંકી તુરંત જ ટીમમાં જોડાઇ ગયો હતો અને આજે તેમણે રણજી ટ્રોફી ટૂર્નામેન્ટમાં ચંદીગઢ સામે સેંચ્યૂરી ફટકારતા ચો તરફ તેની પ્રસંશા થઇ રહી છે.

ગરીબીમાં ઉછરીને પણ વિષ્ણું સોલંકીએ ક્રિકેટર બનવાનું સપનુ સાકાર કર્યુ હતુ આજે તે ભારતના ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં રનના ઢગલા કરનાર બેટ્સમેન ગણાય છે. બરોડા ટીમના રાઇટ હેન્ડ બેટ્સમેન વિષ્ણુ સોલંકી આ મહિને ૬ ફેબુ્રઆરીએ ટીમ સાથે રણજી ટ્રોફી રમવા ભુવનેશ્વર પહોંચ્યો હતો.દરમિયાન તેને ૧૧ ફેબુ્રઆરીએ મોડી રાત્રે ખુશ ખબર મળી હતી કે તેને ત્યાં પુત્રીનો જન્મ થયો છે. વિષ્ણુના લગ્ન જીવનમાં આ પ્રથમ સંતાન હતુ. ૧૧ ફેબુ્રઆરીની રાત્રે ૧૨.૧૦ વાગ્યે તેનો જન્મ થયો હતો. 

જો કે આ ખુશી લાંબો સમય ટકી નહી અને બીજા દિવસે જ એટલે કે તા.૧૨ ફેબુ્રઆરીની રાત્રે ૧૨ વાગ્યે માઠા સમાચાર મળ્યા કે પુત્રીનુ મૃત્યુ થયુ છે.વિષ્ણુ તુરંત ભુવનેશ્વરથી વડોદરા પહોંચ્યો હતો અને તા.૧૩ ફેબુ્રઆરીએ પુત્રીની અંતિમક્રિયા પૂર્ણ કરી હતી. પરિવાર આ દુખથી ભાંગી પડયો હોવાથી વિષ્ણુ ચાર દિવસ પરિવાર સાથે રહ્યો હતો અને તા.૧૭ ફેબુ્રઆરીએ તે ભુવનેશ્વર પરત ફર્યો હતો અને ટીમમાં જોડાઇ ગયો હતો. તા.૨૩મીએ પ્રેક્ટિસ મેચ રમી હતી અને ગુરૃવારથી કટક ખાતે શરૃ થયેલી ચંદીગઢ સામેની મેચના આજે બીજા દિવસે વિષ્ણુએ ૧૫૭ બોલમાં ૧૦૩ રન બનાવીને અણનમ રહ્યો છે.

ઊંડા આઘાતમાંથી બહાર આવીને ટીમમાં જોડાવુ એ મોટી વાત છે

‘વિષ્ણુનું ક્રિકેટ પ્રત્યેનુ સમર્પણ અદ્ભૂત છે. તે બરોડા ક્રિકેટ ટીમનું ગૌરવ છે.તેણે આજે સદી ફટકારી એ કરતા પણ મહત્વની વાત એ છે કે તેના લગ્ન જીવનમાં પ્રથમ સંતાનના જન્મ બાદ ૨૪ કલાકમાં જ મૃત્યુ થાય એ મોટી આઘાતજનક બાબત છે અને વ્યક્તિને તે ઊંડા આઘાતમા ંલઇ જાય છે પરંતુ આવા કપરા સંજોગોમાં પણ વિષ્ણુ સોલંકીએ ક્રિકેટ પ્રત્યે અને ટીમ પ્રત્યે જે સમર્પણ બતાવ્યુ છે તેનાથી વિષ્ણુ એક અનોખા ક્રિકેટર તરીકે તરી આવે છે’ એમ આજે બરોડા ક્રિકેટ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ શીતલ મહેતાએ કહ્યું હતું.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!