Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

જાણો, રશિયાના ઝારવંશના અંતિમ રાજા નિકોલસનો અમદાવાદ સાથેનો નાતો, બજારમાંથી કપડા ખરીદીને સ્થાપત્યના કર્યા હતા વખાણ

On: February 26, 2022 12:02 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અમદાવાદ,26 ફેબ્રુઆરી,2022,શનિવાર 

આજે આધુનિકતાના વાઘા પહેરીને મેગા સિટી બનેલા આર્થિક પાટનગર અમદાવાદ શહેર સ્થાપનાના 611માં વર્ષમાં પ્રવેશ કરી રહયું છે. નદીની રેતમાં રમતા આ નગરે લાખો લોકોને રોજગારી આપી છે. સ્વાતંત્ર વીરો અને દાનવીરોની કર્મભૂમિ રહયું છે. અમદાવાદનો ઇતિહાસ ફંફોસતા માલૂમ પડે છે કે મુગલ બાદશાહ જહાંગીરે અમદાવાદને ધૂળિયુંનગર કહીને ભલે ટીકા કરી હોય પરંતુ રશિયાના અતિ ક્રુર ગણાતા  ઝાર વંશના અંતિમ રાજા નિકોલસ બીજાને અમદાવાદ ખૂબ જ ગમતું હતું.  તેને પ્રવાસનો ખૂબ શોખ હોવાથી અમદાવાદમાં પણ આવ્યો હતો. 

નિકોલસે ૧૮૯૦માં અમદાવાદ શહેરની મુલાકાત  લીધી હતી


નિકોલસ જયારે રશિયાનો રાજકુંવર હતો ત્યારે ૧૮૯૦માં અમદાવાદ શહેરની મુલાકાત પણ લીધી હતી.પ્રિન્સ નિકોલસ બીજાએ અમદાવાદની બજારની પણ મુલાકાત લઇને પોતાના વોર્ડરોબમાં રાખવા માટે કપડાની પણ ખરીદેલી. રશિયાના ઝારવંશનો આ છેલ્લો રાજા ખાસ તો સીદી સઇદની જાળીની કોતરણીથી ખૂબજ પ્રભાવિત થયો હતો. આ ઉપરાંત અમદાવાદના સ્થાપત્ય કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલી કળાઓથી પણ તે અભિભૂત થયો હતો. તેને ગુજરાત રાજયનો આ વિસ્તાર કળાનો ચાહક હોય તેમ જણાયું હતું

નિકોલસની સાથે રહેલા ઉખ્તોમસ્કી નામના એસ્કોર્ટે લખેલી ડાયરીમાં ઉલ્લેખ 

રશિયાના આ પ્રિન્સને હરવા ફરવાનો ભારે શોખ હતો. તેની આ ભારતયાત્રા ચીન,જાપાન,ગ્રીસ અને ઇજીપ્ત જેવા દેશોમાં અમૂક મિત્રો સાથે ફરવાનું આયોજન કર્યું તેના ભાગરૃપે હતી. જો કે પહેલી વાર આ વાતનું રહસ્ય ઝારવંશના નિકોલસની સાથે રહેલા ઉખ્તોમસ્કી નામના એસ્કોર્ટે લખેલી ડાયરી માંથી જાણવા મળ્યું હતું. આ ડાયરીના લખાણમાં લખ્યું છે કે સિદી સઇદની જાળી પાસે નિકોલસે બે ત્રણ કાવ્યાત્મક લાઇનો પણ ઉચ્ચારી હતી.

નિકોલસ બીજાને 18 જુલાઇના રોજ રશિયામાં મારી નાખવામાં આવ્યો હતો 


રશિયાના ઝારવંશના છેલ્લા રાજા નિકોલસ બીજાની ૧ નવેમ્બર ૧૮૯૪ના રોજ વરણી કરવામાં આવી હતી. ઝારવંશના પરંપરાગત જુલમી શાસન સામે રશિયામાં સામ્યવાદની લાલ ક્રાંતિએ જન્મ લીધો હતો. સામાજીક અને રાજકિય બદલાવે હિંસક સ્વરુપ ધારણ કરતા  ૪૯ વર્ષના ઝાર રાજા નિકોલસ બીજાને ૧૮ જુલાઇ ૧૯૧૮ના રોજ મારી નાખવામાં આવ્યો હતો. આ સાથે જ રશિયામાં ૩૦૦ વર્ષના ઝારવંશના અંત અને સામ્યવાદનો ઉદય થયો હતો.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!