[ad_1]
– પાલની સ્કૂલ માં ગ્રીન સ્કુલ પ્રોજેક્ટ હેઠળ પર્યાવરણ ના ચિત્રો સાથેની ગ્રીન બેન્ચ મુકવામાં આવી
– પર્યાવરણની જાળવણી કરતી સંસ્થા હાર્ટ એટ વર્ક દ્વારા સરકારી સ્કુલના વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે તે માટેની બેન્ચ જોઈ વિદ્યાર્થીઓ આશ્ચર્યચકિત થઈ ગયાં

– પાલની સ્કૂલ માં ગ્રીન સ્કુલ પ્રોજેક્ટ હેઠળ પર્યાવરણ ના ચિત્રો સાથેની ગ્રીન બેન્ચ મુકવામાં આવી
– પર્યાવરણની જાળવણી કરતી સંસ્થા હાર્ટ એટ વર્ક દ્વારા સરકારી સ્કુલના વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે તે માટેની બેન્ચ જોઈ વિદ્યાર્થીઓ આશ્ચર્યચકિત થઈ ગયાં
પ્રતિનિધિ દ્વારા, સુરત, શુક્રવાર
સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની પાલની એક સ્કૂલ આગામી દિવસોમાં ગ્રીન સ્કુલ બનવા જઈ રહી છે. પર્યાવરણ પ્રેમી એસ સંસ્થાએ સરકારી સ્કુલના બાળકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે તે માટે ગ્રીન બેન્ચ ની સરપ્રાઈઝ ગીફ્ટ આપી છે. ગ્રીન કલરની બેન્ચ પર પર્યાવરણ જાગૃતિ માટેના ચિત્રો વાળી બેન્ચ જોઈને સ્કુલના વિદ્યાર્થીઓ આશ્ચર્યચકિત થઈ રહ્યાં છે.
સતત વિવાદોમાં રહેતી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કેટલીક શાળાઓ હવે શિક્ષણનું સ્તર સુધરે તે માટેનો પ્રયાસ કરી રહી છે. સમિતિની કેટલી સ્કૂલમાં યોગ્ય શિક્ષણ આપવામાં આવતું ન હોવાથી ફરિયાદ છે તો કેટલીક સ્કૂલ ખાનગી સ્કૂલોને પણ ટક્કર મારે તે રીતે બાળકોને શિક્ષણ આપી રહી છે. શાળામાં શિક્ષણનું સ્તર સુધારવા માટે આચાર્ય તથા શિક્ષકો પ્રયાસ કરી રહ્યાં છે તેઓને કેટલીક સેવાભાવી સંસ્થાઓ નો સાથ મળી રહ્યો છે.
પર્યાવરણ જાગૃતિ માટે કામ કરતી હાર્ટ એટ વર્ક સંસ્થા દ્વારા પાલની શાળા ક્રમાંક 319 ખુશાલદાસ વનમાળીદાસ પાલવાલા સ્કૂલમાં ધો,. 6થી 8ના વિદ્યાર્થીઓ પર્યાવરણ પ્રત્યે વધુ જાગૃત થાય તે માટે ગ્રીન બેન્ચ ની ભેટ આપી છે. શાળાના આચાર્ય પ્રકાશ પરમાર કહે છે, આ બેન્ચ ગ્રીન કલરની છે અને તેના ઉપર પર્યાવરણને લગતા ચિત્રો બનાવવામાં આવ્યા છે. આવા પ્રકારની બેન્ચ જોઈને વિદ્યાર્થીઓને સુખદ આશ્ચર્ય થયું છે અને બાળકો આવી બેન્ચ પર બેસવા નો રોમાંચ અનુભવી રહ્યા છે. જ્ઞાન સાથે ગમ્મત ની જેમ બાળકો સરળતાથી પર્યાવરણ પાઠ ભણી રહ્યા છે.

શાળાને ગ્રીન બેન્ચ ની ભેટ આપનાર સંસ્થાના વિરલ દેસાઈ ના જણાવ્યા પ્રમાણે સ્કુલના વિદ્યાર્થીઓ માં પર્યાવરણ અંગે જાગૃતિ આવે તે ઘણું જ જરૂરી છે. આગામી દિવસોમાં સ્કૂલ માં જેટલા પણ થાંભલા છે તેના પર વેલ મુકવામા આવશે અને સભાખંડ પણ ગ્રીન બનાવવામાં આવશે.
આમ ગ્રીન સ્કુલ કન્સેપ્ટ પર શિક્ષણ સમિતિની પાલની સ્કુલે એક કદમ આગળ મુક્યું છે. પાલિકાની અન્ય સ્કૂલમાં પણ આ થીમ પર કામગીરી થાય તો સરકારી શાળાના વિદ્યાર્થીઓ પણ ઝડપથી પર્યાવરણના પાઠ ભણી શકશે અને તેઓમાં પર્યાવરણ પ્રત્યે વધુ જાગૃતિ આવી શકશે.
[ad_2]
Source link






