[ad_1]

વડોદરા, તા. 15
વડોદરાના સેવાસી રોડ પર ગઇરાત્રે એક કારમાં આગ લાગતા વાહન ચાલકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો.
ગોત્રી સેવાસી રોડ પર આવેલા પેટ્રોલપંપ નજીકના ગેરેજ માં બી.એમ.ડબલ્યુ. કાર રીપેરીંગ માટે આવી હતી તે દરમિયાન કારમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે.
સેવાસી રોડ પર રાત્રે પેટ્રોલ પંપ નજીક કારમાં આગ લાગતા વાહન વ્યવહાર ખોરવાયો pic.twitter.com/JcHOM0c9nq
— Gujarat Samachar (@gujratsamachar) February 15, 2022
ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા આગમાં કાર લપેટાઇ ચૂકી હતી અને એક બાજુનો રસ્તો બંધ થઈ જતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. ફાયર બ્રિગેડે આગ કાબુમાં લીધી હતી, જ્યારે પોલીસે વાહન વ્યવહાર રાબેતા મુજબનો કર્યો હતો.
ગેરેજ માં આવેલી કારમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.
[ad_2]
Source link






