ઇડરમાં કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર યુવકનું રહસ્યમય સંજોગોમાં મોત

On: February 15, 2022 2:50 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

ઇડર,
તા. 14

ઇડર શહેરમાં નવા બનતા મકાનોની કન્સ્ટ્રક્શન સાઇટ પર છાપરું બાંધીને
રહેતા એક યુવકનું રહસ્યમય સંજોગોમાં મોત નિપજતાં ચકચાર મચી ગઈ હતી. મૃતક યુવકની જમણી
આંખ ફૂટેલી હોવાથી અનેક શંકા-કુશંકાઓ પણ ઉઠવા પામી છે. જો કે
, હાલમાં પોલીસે આ ઘટના
બાબતે અકસ્માતે મોત (એ.ડી.)ની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

શહેરમાં નવી બનતી ગણેશવિલા સોસાયટીમાં છાપરૃ બાંધીને રહેતા અને
મજુરી કામ કતા નારસિંગભાઈ ભૂરસિંગભાઈ કામોળ (મરગાળા
, તા. ફતેપુર) નામના યુવકના મૃતદેહ રહસ્યમય હાલતમાં તેના છાપરામાંથી
મળી આવ્યો હતો. રવિવારે મૃતદેહ મળી આવતાં અન્ય મજુરોએ પોલીસને જાણ કરી હતી. જેને પગલે
પોલીસે દોડી જઇ જોયું તો મૃતકની જમણી આંખ ફૂટેલી હોવાનું જણાઈ આવ્યું હતું. મૃતકની
આંખના ભાગે ગંભીર ઇજાને કારણે અન્ય શંકાઓ પણ ઉભી થઇ હતી. જેથી પોલીસે મૃતદેહનો કબ્જો
મેળવી પી.એમ. માટે મોકલી આપ્યો હતો. પી.એમ. રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચુ કારણ જાણી
શકાય તેમ હોવાથી હાલમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ આરંભી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!