કિડનીદાન દ્વારા જીવનસાથીને નવજીવન : એક વર્ષમાં ૪૧ કિસ્સા

On: February 14, 2022 3:45 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અમદાવાદ, રવિવાર

ઈ. સ. પૂર્વે
૨૬૯માં ક્લોડિયસ બીજાના હૂકમથી બલિવેદી પર ચડેલા સંત વેલેન્ટાઇનનો સ્મૃતિદિન ૧૪ ફેબુ્રઆરી
‘વેલેન્ટાઇન્સ ડે’ તરીકે સમગ્ર વિશ્વમાં મહકેવાનો શરૃ થયો. પ્રેમ-ઇશ્ક-મોહબ્બત-લવ એટલે
શું ? એવા સવાલનો એકમાત્ર ઉત્તર એવો છે કે સુગંધને જો શબ્દોમાં વર્ણવી શકાય-સ્પર્શને
કાગળ પર ઉતારી શકાય તો પ્રેમની વ્યાખ્યા થઇ શકે. આજના દિવસે પ્રેમીઓ ગુલાબના ફૂલથી
માંડીને ડાયમંડ રિંગની સોગાદ એકમેકને આપી પ્રેમ વ્યક્ત કરશે.પરંતુ એવા પણ પ્રેમીઓ છે
જેમણે કિડની દાન કરીને પોતાના જીવનસાથીને નવજીવન આપ્યું છે. ગુજરાતમાં એક વર્ષ દરમિયાન
જ જીવનસાથીએ એકમેકને કિડની દાન આપીને ૪૧ પ્રેરણાત્મક જ નહીં ‘પ્રેમાત્મક’ કિસ્સા નોંધાયા
છે. 

તાજેતરમાં જ સુરતના
પાસોદરા નજીક એક પ્રેમીએ જાહેરમાં જ તેની પ્રેમિકાને છરીના ભાગે ઘા ઝીંકી હત્યા કર્યાની
હિચકારી ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે. હકીકતમાં સાચા પ્રેમમાં એકમેક માટે જીવ
ન્યોચ્છાવર કરવાની, સમર્પણની ભાવના સમાયેલી હોય છે. જેની સામે ગુજરાતમાં એવા પણ પતિ-પત્નીઓ
છે જેમણે દરેક વિકટ સ્થિતિમાં ઢાલની જેમ રક્ષણ આપીને ખરા અર્થમાં જીવનસાથીની ભૂમિકા
સાર્થક કરી છે. ગુજરાતમાં ગત વર્ષે  કુલ ૩૦૪
ટ્રાન્સપ્લાન્ટ થયા હતા. જેમાં ૩૫ કિસ્સામાં પત્નીએ પતિને જ્યારે ૬માં પતિએ પત્નીને
કિડની આપીને નવજીવન આપ્યું છે.

વધુ પ્રશંસનીય
વાત એ પણ છે કે પતિમાં પણ હવે પત્નીને કિડનીનું દાન આપવાનું પ્રમાણ વધી રહ્યું છે.
આવો જ એક કિસ્સો ગત વર્ષે અમદાવાદમાં વેલેન્ટાઇન્સ ડે વખતે જોવા મળ્યો હતો. જેમાં છેલ્લા
૩ વર્ષથી કિડનીની સમસ્યા સામે ઝઝૂમી રહેલી પત્ની માટે પતિએ કિડનીનું દાન આપ્યું હતું.
થોડા વર્ષો અગાઉ પતિમાં તેની પત્ની માટે કિડની દાન આપવાનું પ્રમાણ નહિવત્ હતું.

આ અંગે ઈન્સ્ટિટયુટ
ઓફ કિડની ડિસિઝ એન્ડ રીસર્ચ સેન્ટર ડો. વિનીત મિશ્રાએ જણાવ્યું કે, ‘આજથી બે દાયકા
અગાઉ ડીસાના એક વડીલને જ્યારે જાણ કરવામાં આવી કે તમારી પુત્રવધુનું કિડની ટ્રાન્સપ્લાન્ટ
કરાવવું પડશે અને તેના માટે રૃપિયા દોઢ થી બે લાખનો ખર્ચ થશે. એ વખતે તે વડીલે અમને
એમ રોકડું પરખાવ્યું હતું કે આનાથી ઓછા ખર્ચમાં 
તો હું મારા પુત્રના બીજાના લગ્ન ન કરાવી દઉં? આવો જવાબ સાંભળીને અમે હચમચી
ગયા હતા. પરંતુ હવે આવી પરિસ્થિતિ રહી નથી. પત્નીને કિડનીની સમસ્યા હોય તો તેના પતિ
જ નહીં તેના સસરા પણ ટ્રાન્સપ્લાન્ટ માટે આગળ આવી રહ્યા છે. આ દર્શાવે છે કે, આપણો
સમાજ હવે ખરા અર્થમાં હકારાત્મક દિશામાં આગળ ધપી રહ્યો છે.

ગુજરાતમાં કિડની
ડોનેશન કરનારામાં પત્ની અને માતાનું પ્રમાણ સૌથી વધારે છે. ઘણા કિસ્સામાં પતિ-પત્નીનું
બ્લડ ગૂ્રપ સમાન ન હોય તો તેના માટે સ્વેપ ટ્રાન્સપ્લાન્ટની પણ વ્યવસ્થા છે. પતિ-પત્નિ
માટે કોઇ અત્યંત કિંમતી ભેંટ આપે તેના કરતાં પણ અમૂલ્ય છે.’ 

 

 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!