અમદાવાદ-મુંબઇનું વન-વે એરફેર બમણું વધીને હવે રૂ. 11 હજાર

On: February 14, 2022 4:08 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


દિલ્હી, કોલકાતાના એરફેરમાં પણ વધારો

રન-વે 9 કલાક માટે બંધ રહેતાં ફ્લાઇટના મર્યાદિત વિકલ્પથી એરફેરમાં ધરખમ વધારો 

અમદાવાદ : અમદાવાદથી ફ્લાઇટ દ્વારા જવાનું આયોજન કરી રહ્યા હોવ તો સામાન્ય દિવસોની સરખામણીએ બમણું એરફેર ચૂકવવું પડી શકે છે. કેમ કે, રન-વે રીસરફેસિંગને પગલે મર્યાદિત ફ્લાઇટના વિકલ્પ હોવાથી એરફેરમાં સામાન્ય દિવસોની સરખામણીએ વધારો થયો હોવાનું સામે આવ્યું છે. 

આ  અંગે પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ-મુંબઇનું વન-વે એરફેર સામાન્ય દિવસોમાં રૂપિયા 3500ની આસપાસ હોય છે. જોકે, હાલમાં અમદાવાદ-મુંબઇનું વન-વે એરફેર રૂપિયા 5 હજારથી રૂપિયા 11 હજારની વચ્ચે પહોંચી ગયું છે.

હાલ અમદાવાદ-મુંબઇ માટે મર્યાદિત ફ્લાઇટના જ વિકલ્પ છે. આ સિવાય અમદાવાદ-દિલ્હી વન-વે એરફેર રૂપિયા 5 હજારથી રૂપિયા 13 હજાર, અમદાવાદ-કોલકાતાનું વન-વે એરફેર રૂપિયા 6 હજારથી-રૂપિયા 8 હજાર, અમદાવાદ-ગોવાનું એરફેર રૂપિયા 5 હજારથી રૂપિયા 8 હજારની આસપાસ જોવા મળે છે.

રન-વે રીસરફેસિંગની કામગીરીને પગલે આગામી 22 મે સુધી અમદાવાદ એરપોર્ટનો રન-વે સવારે 9 થી સાંજે 6 સુધી બંધ રહેવાનો છે. માત્ર રવિવાર અને જાહેર રજામાં સમગ્ર દિવસ માટે રન-વે ખુલ્લો રાખવામાં આવે છે.

જાણકારોના મતે, કોરોનાના કેસમાં ઘટાડો થતાં એરપોર્ટમાં મુસાફરોનો ટ્રાફિક પૂર્વવત્ થવા લાગ્યો છે. જેના કારણે સવારે 9 પહેલા અને સાંજે 6 થી રાત્રે 8 દરમિયાન મુસાફરોનો ખૂબ જ ધસારો જોવા મળે છે. પરંતુ ફ્લાઇટ માટે મર્યાદિત વિકલ્પ હોવાને કારણે એરફેરમાં બમણા જેટલો વધારો થયો છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!