[ad_1]

અમદાવાદમાં ઓટોમેટિક રાઇફલના પાર્ટસ બનાવવાનું રેકેટ પકડાયું
યમનમાં આંતરિક ઘર્ષણને કારણે મોટાપાયે હથિયારની જરૂર પડતા અમદાવાદથી વિવિધ પાટર્સ તૈયાર કરીને યમન મોકલતો હતો
અમદાવાદ : અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા શુક્રવારે યમન દેશના એક નાગરિકની રીંગ રોડ નિકોલ પર આવેલી એક હોટલમાં દરોડો પાડીને ધરપકડ કરીને ઓટોમેટિક રાઇફલના પાર્ટસ તૈયાર કરીને તેને યમન મોકલવાના નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
યમનથી અબ્દુલ અઝીઝ નામનો વ્યક્તિ મેડીકલ વિઝાના હેઠળ ભારત આવ્યો હતો અને બાદમાં તેણે અમદાવાદની ઓઢવ અને અન્ય જીઆઇડીસીની ફેક્ટરીમાં રાઇફલના વિવિધ પાર્ટસ તૈયાર કરાવવાનું શરૂ કર્યું હતું.
પોલીસે તેની પાસેથી મોટા પ્રમાણમાં રાઇફલના વિવિધ ભાગ, ડીઝાઇન સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને સાત દિવસના રિમાન્ડ મેળવીને તપાસ શરૂ કરી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચના સ્ટાફને બાતમી મળી હતી કે સરદાર પટેલ રીંગ રોડ નિકોલમાં આવેલી સ્કાય ઇન ટુ હોટલમાં યમન દેશથી આવેલો વિદેશી નાગરિક રોકાયો છે.
જે ઓટોમેટિક રાઇફલ તેમજ અન્ય હિથયારોના પાર્ટસ તૈયાર કરાવીને યમન મોકલવાની કામગીરી કરી રહ્યો છે. જે બાતમીને આધારે પોલીસે તપાસ કરતા રૂમ નંબર 211માંથી અબ્દુલ અઝીઝ યાહનામોહંમદ અલઅઝનાની (ઉ.વ.36) (રહે. રદા અલબૈધાહ , યમન)ને ઝડપી લીધો હતો.
તપાસ કરતા રૂમમાંથી રાયફલ બનાવવા માટેના ભાગ, પ્લાસ્ટીક સેમ્પલ, રાઇફલના જુદા જુદા ભાગોની ડીઝાઇન કરેલા કાગળો, તેમજ અન્ય દસ્તાવેજો મળી આવ્યા હતા. જેના આધારે તેની પુછપરછ કરતા અબ્દુલઅજીજ પાસેથી માહિતી મળી હતી કે હાલમાં યમનમાં આંતરિક ઘર્ષણનું વાતાવરણ ચાલે છે.
જેમાં હાઉથી, અલ ઝનબ, અલકાયદા જેવા આતંકી સંગઠનો સક્રિય છે. સાથે સાથે સોમાલિયા નજીકમાં આવેલો હોવાને કારણે યુધૃધની સિૃથતિ છે. જેથી મોટાપ્રમાણમાં હિથયારોની જરૂરિયાત પડતી હતી. એક વર્ષ પહેલા તેને મુનીર મહંમદકાસમ નામના વ્યક્તિ યમનમાં મળ્યો હતો. તેણે ઓફર આપી હતી કે જો કે હિથયારોના વિવિધ ભાગ તૈયાર કરાવીને ભારતમાંથી યમન મોકલી આપશે તો તેને 10 ટકા કમિશન મળશે.
તે સમયે અબ્દુલ અઝીઝ યમનમાં છુટક મજુરી કરતો હોવાથી આિર્થક સિૃથતિ નબળી હતી અને વર્ષ 2018માં તે તેના પિતાને હાર્ટની બિમારી હોવાથી સ્ટેન્ટ મુકાવવા માટે મુંબઇની વોકાહર્ડ હોસ્પિટલમાં આવ્યો હતો.
જેથી મેડીકલ ચેકઅપ માટે વર્ષે એકવાર તેના પિતાને લઇને મેડીકલ વિઝાને આધારે ભારત આવતો હતો. જેમાં ગત 17મી નવેમ્બરના રોજ મુંબઇ આવ્યો હતો. જ્યાં તેણે 11ડિસેમ્બરના રોજ તેના પિતાને મેડીકલ ચેકઅપ કરાવીને યમન પરત મોકલી આપ્યા હતા.
ત્યારબાદ તેણે મુનીરના કહેવા મુજબ ઓટોમેટિક રાઇફલના પાર્ટસ તૈયાર કરવા માટે ઓનલાઇન સર્ચ કરીને ફોટોગ્રાફ્સ અને વિવિધ ડેટાને આધારે ઓઢવ જીઆઇડીસીમાં આવેલી ડી કે એન્જીનીયરીંગ નામની કંપનીમાં જઇને સેલ્સમેન તરીકે ઓળખ આપીને રાઇફલના વિવિધ ભાગની ડાઇ તૈયાર કરાવી હતી.
જે ડાઇના આધારે કઠવાડા જીઆઇડીસીમાં આવેલી મારૂતિ સ્ટીલ કાસ્ટ અને કલ્પેશ એલોય નામની કપનીમાં પાર્ટસ તૈયાર કરાવીને યમનમાં મુનીરને મોકલી આપતો હતો. પોલીસે જીઆઇડીસીમાં તપાસ કરીને મોટા પ્રમાણમાં હિથયારને વિવિધ ભાગો પણ જપ્ત કર્યા હતા. પોલીસે હાલ આરોપી અબ્દુલ અઝીઝના સાત દિવસના રિમાન્ડ મેળવીને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
[ad_2]
Source link






