[ad_1]

જામનગર, તા. 12
જામનગરની ઔદ્યોગિક તાલીમ સંસ્થાના કમ્પાઉન્ડની અંદર આસપાસના રહેવાસીઓ તેમજ નજીકની હોસ્પિટલ દ્વારા કચરો ફેંકી ન્યુસન્સ ફેલાવાતું હોવાની આઇટીઆઇના આચાર્ય દ્વારા મ્યુનિ.કમિશનર તેમજ જિલ્લા પોલીસ વડાને અરજી કરાતાં ભારે ચકચાર જાગી છે. આઈ. ટી. આઈ.ના ગ્રાઉન્ડમાં ફેંકાયેલા કચરાના ફોટોગ્રાફ્સ સાથે રજૂઆત કરવામાં આવી છે.

જામનગરમાં એસ.ટી. ડેપોની સામે આવેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થા કે જેના કમ્પાઉન્ડના એરિયામાં કૈલાશ નગર શેરી નંબર 1થી 5 ના રહેવાસીઓ દ્વારા કચરો ફેંકીને ગંદકી કરવામાં આવે છે. એટલું જ માત્ર નહીં, આસપાસના વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલો કે જેઓ દ્વારા પણ બાયોવેસ્ટ વગેરે ઔદ્યોગિક સંસ્થાની કમ્પાઉન્ડ વોલની અંદર કચરો ફેંકીને મોટાપાયે ન્યુસન્સ કરવામાં આવી રહયું છે. જેના કારણે ગંદકી અને રોગચાળો ફેલાઈ તેવું ગંભીર કૃત્ય કરવામાં આવી રહ્યું છે.
જે સંદર્ભમાં જામનગરની ઔદ્યોગિક તાલીમ સંસ્થાના આચાર્ય એમ.એમ. બોચિયા એ ગંદકી સાથેના ફોટોગ્રાફ્સ સાથેની ફરિયાદ અરજી કરીને જામનગરના મ્યુનિ.કમિશનર, તેમજ જિલ્લા પોલીસ વડાને ઉગ્ર રજૂઆત કરી છે, અને ન્યુસન્સ ફેલાવનારા લોકો સામે કાયદાકીય પગલાં ભરવાની માંગણી કરવામાં આવી છે.
[ad_2]
Source link






