ગુજરાતમાં વધુ 2502ને કોરોના સતત છઠ્ઠા દિવસે કેસમાં ઘટાડો

On: February 8, 2022 10:42 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


વધુ 28 સહિત છેલ્લા 8 દિવસમાં કુલ 243નાં મૃત્યુ

માત્ર પાંચ જિલ્લામાં નવા કેસ 100થી વધુ : 33,631 એક્ટિવ કેસ : 199 દર્દી વેન્ટિલેટર પર : 96.32% રિક્વરી રેટ

અમદાવાદ : ગુજરાતમાં કોરોના સંક્રમણ હવે નિયંત્રણ હેઠળ હોય તેવું રાહતજનક ચિત્ર સામે આવી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2502 નવા કેસ સામે આવ્યા છે. આમ, સતત છઠ્ઠા દિવસે કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે.

જોકે, કોરોનાથી થતાં મૃત્યુઆંકમાં હજુ પણ વધારો યથાવત્ છે. છેલ્લા 24 કલાકમાં 28 વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા છે. ફેબુ્રઆરીના 8 દિવસમાં જ રાજ્યમાંથી 243 વ્યક્તિએ કોરોના સામે જીવ ગુમાવ્યો છે.

છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદમાંથી સૌથી વધુ 7, રાજકોટમાંથી ચાર, વડોદરા-ભરૂચમાંથી 3, સુરત-મહેસાણા-વલસાડમાંથી 2, ભાવનગર-મોરબી-નવસારી-સુરેન્દ્રનગર-દાહોદમાંથી 1-1 વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા હતા. 

રાજ્યમાં કોરોનાથી કુલ મરણાંક હવે 10716 છે. અમદાવાદમાંથી સૌથી વધુ કુલ 3581, સુરતમાં 2058, વડોદરામાંથી 847 વ્યક્તિએ કોરોના સામે જીવ ગુમાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 874-ગ્રામ્યમાં 20 સાથે સૌથી વધુ 894 કેસ નોંધાયા હતા. 

રાજ્યમાંથી અન્યત્ર દૈનિક કેસનો આંક 600થી નીચે આવ્યો હતો. જેમાં વડોદરા શહેરમાં 404-ગ્રામ્યમાં 142 સાથે 546, રાજકોટ શહેરમાં 118-ગ્રામ્યમાં 55 સાથે 173, સુરત શહેરમાં 87-ગ્રામ્યમાં 68 સાથે 155,

ગાંધીનગર શહેરમાં 94-ગ્રામ્યમાં 30 સાથે 124,  બનાસકાંઠામાં 92, કચ્છમાં 61, ખેડામાં 54, પાટણમાં 51, મહેસાણામાં 48, ભાવનગર શહેરમાં 28-ગ્રામ્યમાં 4 સાથે 32, આણંદમાં 31, ભરૂચ-સાબરકાંઠામાં 24, અરવલ્લીમાં 22, મોરબી-નવસારીમાં 21,

જામનગર શહેરમાં 12-ગ્રામ્યમાં 7 સાથે 19, પંચમહાલમાં 17, વલસાડમાં 16, અમરેલીમાં 12, ડાંગમાં 9, તાપીમાં 8, નર્મદા-પોરબંદર-સુરેન્દ્રનગરમાં 7,  દાહોદમાં 6, દેવભૂમિ દ્વારકા-ગીર સોમનાથમાં 5, જુનાગઢ ગ્રામ્યમાં 4-શહેરમાં 1 સાથે 5, છોટા ઉદેપુરમાં 4, બોટાદ-મહીસાગરમાં 1-1 નવા કેસ નોંધાયા છે. 

રાજ્યમાં કોરોનાના કુલ કેસ હવે 12,05,652 છે. છેલ્લા 24 કલાકમાં વધુ 7487 દર્દી કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ 11,61,305 દર્દી કોરોનાને હરાવી ચૂક્યા છે અને સાજા થવાનો દર 96.32% છે. રાજ્યમાં હાલ 33631 એક્ટિવ કેસ છે જ્યારે 199 દર્દીઓ વેન્ટિલેટર પર છે.

ગુજરાતમાં છેલ્લા 6 દિવસથી કોરોનાના ઘટતા કેસ

તારીખ

કેસ

એક્ટિવ કેસ

3

7,606

63,564

4

6,097

57,521

5

4,710

51,013

6

3,897

44,618

7

2,909

38,644

8

2,502

33,631

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!