[ad_1]
અમદાવાદ,મંગળવાર,8 ફેબ્રુ,2022
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં
ગેરકાયદે બાંધકામ તોડી પાડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.સરદારનગર ઉપરાંત લાંભા
અને ઓઢવ વોર્ડમાં મંગળવારે ગેરકાયદેસર બાંધકામો સામે વ્યાપક સ્તરે કાર્યવાહી
કરવામાં આવી હતી.નિકોલ વોર્ડમાં પણ છ જેટલા કોમર્શિયલ બાંધકામો તોડી પાડવામાં
આવ્યા હતા.
ઉત્તરઝોનમાં આવેલા સરદારનગર વોર્ડમાં એસ્ટેટ વિભાગ દ્વારા
નાના ચિલોડા વોર્ડમાં સંજયનગર પાસે ૯૮૦ ચોરસફૂટમાં બાંધવામાં આવેલુ ગેરકાયદેસર
બાંધકામ તોડી પાડવામાં આવ્યુ હતું.લાંભા વોર્ડમાં ગ્યાસપુર રોડ ઉપર ૧૫ રહેણાંક અને
૨ કોમર્શિયલ યુનિટના બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતા.ઓઢવ વોર્ડમાં આવેલા આદીનાથનગર
પાસે ૧૦ રહેણાંક અને આઠ કોમર્શિયલ બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતા.કુલ ૧૦૯૮૬
ચોરસફૂટમાં બંધાયેલા ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતા.
[ad_2]
Source link






