મહુધામાં તમાકુ ખરીદી લાખો રૂપિયા ન ચૂકવનાર વેપારી બોરસદથી ઝડપાયો

On: February 8, 2022 9:17 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

– 2 મહિના પહેલા છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ હતી

– બાકી પૈસાની ઉઘરાણી કરતા બંને શખ્સોએ દલાલને મારી નાખવાની ધમકી આપી હતી

નડિયાદ : મહુધા તાલુકાના નાની ખડોલ ગામના એક વેપારી પાસેથી બોરસદના વેપારીએ લાખો રૂપિયાની તમાકુ ખરીદી તેનું પેમેન્ટ ન કરી છેતરપીંડીની ફરિયાદ બે મહિના અગાઉ નોધાઇ હતી.આ બનાવમાં પોલીસે આરોપીને બોરસદથી ઝડપી પાડયો છે. 

નાની ખડોલ ગામે રહેતા મુનાફભાઇ ઉસ્માનભાઇ મલેક તમાકુની દલાલીનું કામ કરે છે. તેમને બોરસદના બે શખ્સો વિરુદ્ધ તમાકુના ચુકવણા પેટેના સાત લાખ રૂપિયાનું ચુકવણું ન કરાતા મહુધા પોલીસ મથકે ગત્ ૧૧મી ડિસેમ્બરે ફરિયાદ નોંધાઇ હતી. જેમાં જણાવ્યું હતું કે બોરસદના કોલેજ રોડ પર આવેલ અમીઝરા સોસાયટીમાં રહેતા સુનીલભાઇ ભરતભાઇ શાહ અને કાશીપુરામાં રહેતા ડીગેનકુમાર રમેશચંદ્ર શાહે ગત્ એપ્રિલ ૨૦૨૧માં મુનાફભાઇ પાસેથી ૨૯,૧૨,૪૪૬ રૂપિયાની તમાકુની ખરીદી કરી હતી. જેમાંથી ૧૨,૯૧,૯૮૦ના આરટીજીએસથી મુનાફભાઇના ખાતામાં જમા કરી દીધા હતા. અને ૭,૯૨,૦૦૦ રોકડા આપ્યા હતા. તેમાંથી ૮,૨૮,૪૬૬ રૂપિયા લેવાના બાકી નીકળતા હતા.

આ રકમ માટે મુનાફભાઇને ગત્ ૨૬મી ઓક્ટોબરના રોજ સુનીલભાઇ અને ડીગેનકુમારે ૩,૫૦,૦૦૦નો એક એમ બે ચેક એટલે કે કુલ ૭ લાખના ચેક આપ્યા હતા. જે મુનાફભાઇએ બેંકમાં ભરતા બંને ચેક મર્જ થઇ ગયા હોવાનું બેંકમાંથી જાણવા મળેલ. આમ, બંને ઇસમોએ જુના ચેક આપતા મુનાફભાઇએ ફરી વખત બંને પાસે પૈસાની માંગણી કરતા બંને ઇસમો ઉશ્કેરાઇ ગય હતા અને જાનથી મારી નાંખીશ એવી ધમકી આપી હતી.આથી મુનાફભાઇએ મહુધા પોલીસ મથકે બોરસદના આ બંને વેપારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. 

આ બનાવમાં બંને આરોપીમાંથી એક ડિગેનકુમાર રમેશચંદ્ર શાહને બે મહિના બાદ મહુધા પોલીસે બોરસદ ખાતેથી ઝડપી પાડયો છે. જ્યારે બીજો આરોપી સુનીલભાઇ શાહને હજુ અટકાયત કરવાની બાકી છે. મહુધા પોલીસે ડિગેનકુમારની અટકાયત કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!