હાલના વીસીની ટર્મ પૂરી થયા બાદ ઈન્ચાર્જ વીસીની નિમણૂકની શક્યતા

On: February 8, 2022 8:56 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના હાલના વાઈસ ચાન્સેલર પ્રો.પરિમલ વ્યાસની વાઈસ ચાન્સેલર તરીકેની ટર્મ ૧૦ ફેબુ્રઆરીએ પૂરી થઈ રહી છે.

તેમની ટર્મ પૂરી થવાને બે દિવસ બાકી છે ત્યારે જો આ સમયગાળા દરમિયાન રાજ્ય સરકાર નવા વાઈસ ચાન્સેલરના નામની જાહેરાત ના કરે તો યુનિવર્સિટીમાં ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલરને નિમણૂંક કરવી પડે તેવી શક્યતાઓ છે.

ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ નવા વાઈસ ચાન્સેલરની નિમણૂંક કરવાની છે અને તે દરમિયાન હાલના વાઈસ ચાન્સેલરની ટર્મ પૂરી થતા આ યુનિવર્સિટીમાં પણ ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલરની નિમણૂંક કરવામાં આવી છે.

એમ.એસ.યુનિવર્સિટીમાં પણ હજી સુધી સરકાર દ્વારા નવા વાઈસ ચાન્સેલરનુ નામ નક્કી કરવા માટે હિલચાલ થઈ નથી.યુનિવર્સિટીના સૂત્રોનુ કહેવુ છે કે, સર્ચ કમિટિએ હજી ત્રણ નામ નક્કી કરીને નથી મોકલ્યા.જ્યારે હાલના વાઈસ ચાન્સેલર પ્રો.પરિમલ વ્યાસ તા.૧૦ ફેબુ્રઆરીએ વિદાય લેશે.

સૂત્રોનુ કહેવુ છે કે, એમ.એસ.યુનિવર્સિટીમાં જો નવા વાઈસ ચાન્સેલરની નિમણૂંક ત્યાં સુધીમાં નહીં થાય તો ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર તરીકે કોઈ ફેકલ્ટીના ડીનની નિમણૂંક કરવામાં આવશે.યુનિવર્સિટીના બંધારણ પ્રમાણે ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલરની નિમણૂંકનો નિર્ણય ચાન્સેલર લેતા હોય છે.ઉલ્લેખનીય છે કે પ્રો.પરિમલ વ્યાસની પણ શરુઆતમાં ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર તરીકે નિમણૂંક થઈ હતી અને એ પછી સરકારે વાઈસ ચાન્સેલર તરીકે તેમના નામની જાહેરાત કરી હતી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!