મોડાસમાં સિવિલની માંગ સાથે ધરણાં કરતા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત

On: January 26, 2022 1:04 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

મોડાસા,તા.25

અરવલ્લી જિલ્લાવાસીઓને આરોગ્ય વિષયક સેવાઓ સળરતાથી મળી રહે જરૂરી
સારવાર માટે મધ્યમ અને ગરીબ વર્ગને છેક હિંમતનગર કે અમદાવાદ સુધી કટોકટી કાળમાં લાંબા
થવાનો વારો ન આવે તેવા પ્રજાલક્ષી ઉદ્દેશ સાથે મોડાસા ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા ૪
દિવસ પ્રતિક ધરણાનો કાર્યક્રમ મંગળવારથી શરૂ કરાયો હતો
,પરંતુ આ ધરણા કાર્યક્રમ
કોરોના મહામારીને લઈ યોજવાના મુદ્દે ટાઉન પોલીસે ધરણા સ્થળેથી કોંગ્રેસી ધારાસભ્યો
,અગ્રણી હોદ્દેદારો
અને કાર્યકરોની અટકાયત કરી લીધી હતી.

અરવલ્લી જિલ્લાની સ્થાપના ૮ વર્ષે પૂર્ણ થયા પણ જિલ્લાવાસીઓને
જિલ્લાકક્ષાની સીવીલ હોસ્પિટલની સેવા મળી શકી નથી. કોરોના કાળમાં હંગામી ધોરણે તાત્કાલીક
સિવીલ હોસ્પિટલની સેવા શરૂ કરવા કોંગ્રેસ દ્વારા છેલ્લા બે વર્ષથી માંગને વધુ ઉગ્ર
બનાવાઈ રહી છે
, ત્યારે આ
સરકારને અન્ય કામો માટે નાણાં મળે છે પરંતુ જિલ્લામાં સીવીલ શરૂ કરવાને લઈ તરહ તરહની
બાનાબાજી કરાતી હોવાનો આક્ષેપ કોંગ્રેસ પક્ષ દ્વારા કરાયો હતો.અને પ્રજાની માંગને વાચ
આપવા અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પક્ષ દ્વારા મોડાસા ખાતે ૪ દિવસીય પ્રતિક ધરણાનો કાર્યક્રમ
મંગળવાર થી આરંભાયો હતો. અરવલ્લી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવાર
,ઉપપ્રમુખ જયદત્તસિંહ
પુવાર અને જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ કલ્પનાબેન ભાવસાર સહિતના નિર્ધારીત કરાયેલ
૮ કાર્યકરો દ્વારા આ પ્રતિક ધરણા યોજાયા હતા. પરંતુ બપોરના સમયે ટાઉન પોલીસે આ પ્રતિક
ધરણા સ્થળે આવી પહોંચી આ કાર્યક્રમ અટકાવાયો હતો. અને ધરણા યોજી રહેલા અગ્રણીઓ
, કાર્યકરો અને ધારાસભ્યોની
ધરણા સ્થળેથી અટકાયત કરી લીધી હતી.  ટાઉન પોલીસે
ધરણા સ્થળેથી અટકાયત કરાયેલા કોંગ્રેસી કાર્યકરો અને ધારાસભ્યોને ટાઉન પોલીસ સ્ટેશને
લઈ જવાયા હતા.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

Ajay’s Cafe ફૂડથી આગળ વધીને ચેસ દ્વારા પણ ફેલાવી રહ્યું છે ‘હેપ્પી વાલી ફીલિંગ’

કપરાડાની પૂજ્ય મોટા હાઈસ્કૂલ(માની)ના તેજસ્વી વિદ્યાર્થીઓએ કર્યો હવાઈ પ્રવાસ, દ્વારકાધીશના દર્શનનો મળ્યો લ્હાવો

ક્યાં એક તરફ મોંઘી દાટ મર્સીડીઝ કાર માં નીકળતી વર યાત્રા ને ક્યાં સંસ્કૃતિ ને બચાવવાં માટે નીકળતી બળદ ગાડાં માં નીકળેલી જાન.નો ઠાઠ..

પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના અંતર્ગત 19 જૂને રાષ્ટ્રીય કાર્યક્રમ, વાપીમાં રાજુ શ્રોફ ઓડિટોરિયમ ખાતે યોજાશે વિશેષ કાર્યક્રમ

ધરમપુર વિલ્સન હિલ ખાતે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ અને આદિજાતિ વિકાસ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના હસ્તે વૃક્ષારોપણ કરાયું

ધરમપુર આસપાસની નદીઓમાં બેફામ રેતી ખનન સામે કાર્યવાહી, માત્ર ચાર ટ્રક જપ્ત થતા અનેક સવાલો

error: Content is protected !!