પાવર બૅન્ક એપથી નાણાં ક્રિપ્ટો કરન્સીમાં રોકવા લલચાવીને છેતરપિંડી કરી

On: January 25, 2022 10:31 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, મંગળવાર

ભારતના કસ્ટમર્સને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવા માટે પાવર બૅન્ક એપના માધ્યમથી લલચાવીને રૃા. ૩૬૦ કરોડની છેતરપિંડી કરીને તે નાણાંનું મની લૉન્ડરિંગ કરવાના કેસમાં સેન્ટોનો સોલ્યુશન્સ પ્રાઈવેટ લિમિટેડ અને ૩૬૦ ટી ક્યૂ સોફ્ટવેર પ્રાઈવેટ લિમિટડ સામે રજિસ્ટ્રાર ઓફ કંપનીઝે નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. તેમણે વધુ વળતર મળશે તે નામે લોકોને લલચાવીને પૈસા ડિપોઝિટ તરીક ેલઈને વિદેશ મોકલી આપ્યા હતા. આ અગાઉ આ જ કૌભાંડમાં સંડોવેયાલી દિવ્યમ ઇન્ફ્રાકોમ પ્રાઈવેટ લિમિટેડ સામે પણ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.  આ કૌભાંડ ચીન અને હોન્ગકોન્ગથી ચલાવવામાં આવતું હતું. 

ચીન અને હોન્ગકોન્ગમાં બેઠાં બેઠાં પાવર બૅન્ક એપમાં રોકાણ કરવા માટ ેલલચાવી એક જ દિવસમાં કરોડો ટ્રાન્સફર કરી દીધા

નારણપુરા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે મુકેશભાઈ ગોબરભાઈ ચોથાણી(ગુંડાલા ગામ, મેંદરડા તાલુકા, જૂનાગઢ જિલ્લો), હેરેશ ગોબરભાઈ ચોથાણી, મેસર્સ એનડીવીએસર એન્ડ કંપનીના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ  વિશાલ દામગી કાપુરિયા સામે પણ ફરિયાદ કરવામાં આવી છે.  વિશાલ કાપુરિયાએ ખોટી બેલેન્સસીટ, નફા નુકસાનના હિસાબોના જાહેર કરેલા આંકડા અને ફાઈનાન્શિયલ ફોર્મના આંકડાઓમા ંતફાવત જોવા મળ્યો હતો. ઑડિટરની સહી વિના જ તેમણે ઑડિટ કરેલો વાર્ષિક હિસાબકિતાબ રજૂ કર્યો છે. 

ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે સેન્ટોનો સોલ્યુશન્સ પ્રાઈવેટ લિમિટેડના મમતાબેન વણઝારા, વિજય છગનભાઈ વણઝારા તથા ૩૬૦ ટીઈક્યૂ સોફ્ટવેર પ્રાઈવેટ લિમિટેડના એડવોકેટ  જયરામન હડવાકુમાર (ચેન્નઈ) સામે ફરિયાદ કરવામાં આવી છે. 

તેમ જ દિવ્યમ ઇન્ફ્રા કોમ પ્રાઈવેલ ટિમિડ સાથે સંકલાયેલાજૂનાગઢ જિલ્લાના મેન્દ્રડામા ગુન્ડાલા ગામમાં રહેતા મુકેશ ગોબરભાઈ ચોથાણી, હરેશ ગોબરભાઈ ચૌથાણી, ભાવેશકુમાર કલાભાઈ સોરઠિયા તથા અમદાવાદની સી.એ. કંપની મેસર્સ એનડીવીઆર  એન્ડ કંપનીના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વિશાલ કુમાર દામજીભાઈ કાપુરિયા સામે ફરિયાદ કરવામાં આવી છે. ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને પણ વિશાલ દામજી કાપુરિયા  સામેની ફરિયાદની જાણ કરવામાં આવી છે. 

પોતાના અંગત આર્થિક ફાયદા માટ ેતેઓ ચીનના નાગરિકોને ગેરરીતિ આચરવામાં ગેરકાયદે મદ કરતાં હતા. તેઓ સરકાર સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવા માટે પણ જવાબદાર ઠરતા હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. તેમણે પાવર બેન્ક એપ્લિકેશનના માધ્યમથી ડિપોઝિટ સ્વીકારી હતી. સામાન્ય જનતાને ઊંચા વળતરની લાલચ આપી ફસાવ્યા હતા. આ કૌભાંડમાં ચાઈનીઝ નાગરિકો પણ સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!