Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

આણંદ જિલ્લાના એએસઆઇને રાષ્ટ્રપતિ મેડલ જાહેર કરાયો

On: January 25, 2022 9:02 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

– રાષ્ટ્રીય સન્માન મળતા પોલીસ બેડામાં હર્ષની લાગણી

આણંદ : આણંદ જિલ્લા પોલીસમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મીને પ્રસંશનીય સેવા માટે રાષ્ટ્રપતિ મેડલ મળતા જિલ્લા પોલીસ બેડામાં હર્ષની લાગણી વ્યાપી છે. તેઓની કારકિર્દી દરમ્યાન ૨૨૯ પોલીસ ઈનામો મળ્યા બાદ હવે રાષ્ટ્રીય કક્ષાનું સન્માન મળતા આણંદ જિલ્લાનું પણ ગૌરવ વધ્યું છે.

મહંમદ યુસુફ ઈસ્માઈલભાઈ શેખ તા.૧૭-૩-૧૯૯૩ના રોજ આણંદ જિલ્લામાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે નિમણૂક પામ્યા હતા અને તેઓએ ૨૮ વર્ષની નોકરી પૂર્ણ કરી છે અને હાલ એલઆઈબી શાખામાં એએસઆઈ તરીકે ફરજ બજાવે છે. તેઓની કારકિર્દી દરમ્યાન તેમણે કુલ ૨૨૯ ઈનામ સાથે રૂા.૨૦ હજાર રોકડ પુરસ્કાર મેળવ્યા છે. આ અગાઉ આણંદ પોલીસ અધિક્ષક દ્વારા એલઆઈબીમાં પ્રસંશનીય કામગીરી કરવા બદલ તેઓને બે પ્રશસ્તિ એનાયત કરાયા હતા. એલઆઈબીમાં વર્ષ ૧૯૯૫માં તેઓ ટાઈપીસ્ટ તરીકે ફરજ બજાવતા હતા. વર્ષ ૨૦૦૧ના ધરતીકંપમાં પણ તેઓએ સતત ઓફિસમાં હાજર રહી  ફરજ બજાવી હતી. વર્ષ ૨૦૦૨ના તોફાનોમાં તેઓએ બંદોબસ્તમાં અગત્યની ભૂમિકા ભજવી હતી અને સતત ત્રણ માસ સુધી કોઈપણ રજા વિના ફરજ ઉપર હાજર રહ્યા હતા. 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!