Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

મેડિકલ-ડેન્ટલના મેરિટમાં ૨૨૭૨૬ વિદ્યાર્થીઃઆ વર્ષે ૧૨૦૦ વિદ્યાર્થી વધુ

On: January 24, 2022 3:08 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અમદાવાદ

ધો.૧૨ સાયન્સ
પછીના નીટ આધારીત ચાર કોર્સીસ મેડિકલ
,ડેન્ટલ,આયુર્વેદ
અને હોમિયોપેથીમાં પ્રવેશ માટે પ્રવેશ સમિતિ દ્વારા મેરિટ લિસ્ટ જાહેર કરી દેવાયુ
છે.જેમાં આ વર્ષે ૨૨૭૨૬ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ છે.ગત વર્ષ કરતા આ વર્ષે મેરિટમાં
૧૨૧૩ વિદ્યાર્થીઓ વધારે છે.વિદ્યાર્થીઓ વધ્યા છે પંરતુ બેઠકો વધે તેમ નથી.

મેડિકલ,ડેન્ટલ,આયુર્વેદ અને હોમિયોપેથી પ્રવેશ માટે ગુજરાત સરકારની મેડિકલ પ્રવેશ સમિતિ
દ્વારા પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ અંતે જાહેર કરી દેવાયુ છે.રજિસ્ટ્રેશન પ્રક્રિયા
પૂર્ણ થયાને બે મહિના થઈ ગયા હતા પરંતુ અનામત મુદ્દેના વિવાદને લઈને પ્રવેશ
પ્રક્રિયા થઈ શકી ન હતી. જનરલ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં કુલ ૨૨૭૨૬ વિદ્યાર્થીઓ
છે.જેમાં આ વર્ષે છોકરીઓની સંખ્યા વધારે છે.પ્રથમ નંબરે ગુજરાતના રાજકોટના
કોડિનારનો વિદ્યાર્થી રૃતુલ છગ છે.જેણે નીટમાં ઓલ ઈન્ડિયામાં પાંચમો રેન્ક મેળવ્યો
હતો અને જે ૭૧૫ નીટ સ્કરો અને ૧૦૦ પર્સેન્ટાઈલ સાથે જનરલ મેરિટમાં પ્રથમ નંબરે
છે.ગત વર્ષે મેરિટમાં ૨૧૫૧૩ વિદ્યાર્થીઓ હતા અને મેરિટમાં પ્રથમ નંબરે રહેનાર
વિદ્યાર્થીને ઓલ ઈન્ડિયા રેન્ક ૭૯મો હતો તેમજ ૭૦૦ નીટ સ્કોર હતો.આમ આ વર્ષે
મેરિટમાં વિદ્યાર્થીઓ પણ ૧૨૦૦ જેટલા વધવા સાથે નીટ સ્કોર પણ ઘણો વધુ છે જેથી મેરિટ
ઘણું ઊંચુ ગયુ હોવાનું કહી શકાય.આ વર્ષે ૨૫૮૫૧ વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થયુ હતુ
અને જેમાંથી ૨૪૬૧૮ વિદ્યાર્થીએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યુ હતુ.

આમ ૧૮૯૨ જેટલા વિદ્યાર્થીઓ વિવિધ કારણોસર
મેરિટમાંથી બાકાત રહ્યા છે. મેરિટમાં સમાવિષ્ટ કુલ ૨૨૭૨૬ વિદ્યાર્થીઓમાં ઓપન
કેટેગરીના ૪૬૫૮
, એસસીના ૨૪૧૬, એસટીના
૨૧૦૧
, એસઈબીસીના ૮૩૮૧ અને ઈડબલ્યુએસ કેટેગરીના ૫૧૭૦
વિદ્યાર્થીઓ છે.  જ્યારે ડીડીએનએચ
કેટેગરીના ૧૦૫
, ડીફેન્સ કેટેગરીના ૧૭, જવાહર
નવોદયના ૪ અને ડિસએબિલિટી કેટેગરીમાં ૮૦ વિદ્યાર્થીઓ છે જ્યારે એનઆરઆઈ કેટેગરીમાં
૧૪૬ વિદ્યાર્થીઓ છે.ઓલ ઈન્ડિયા ક્વોટાની બેઠકો સાથેની મેડિકલમાં ૫૫૦૦થી વધુ
,ડેન્ટલમાં ૧૩૦૦થી વધુ તેમજ આયુર્વેદમાં ૨૨૪૨ અને હોમિયોપેથીમાં ૩૭૧૦ બેઠકો
સહિત અંદાજે ૧૩ હજાર જેટલી બેઠકો છે.ગત વર્ષે ૧૨ સાયન્સમાં માસ પ્રમોશનને લીધે
મેડિકલ પ્રવેશ માટે વિદ્યાર્થીઓ આ વર્ષે ઘણા વધ્યા છે પરંતુ બેઠકો આ વર્ષે વધે તેમ
નથી.પાંચ નવી મેડિકલ કોલેજોની મંજૂરીની પ્રક્રિયા ચાલુ હતી અને તેમાં નામંજૂરી બાદ
હાલ કમ્પ્લાઈન્સ રિપોર્ટની પ્રક્રિયા ચાલુ છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!