Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

માંડવીથી અંબાજી જઈ રહેલી બસમાંથી યુવક-યુવતીની લાશ મળી

On: January 24, 2022 12:09 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

ડીસા તા.23

ડીસામાં રવિવારે વહેલી સવારે માંડવીથી અંબાજી જવા નીકળેલી
બસ ડીસા ડેપો ખાતે પહોંચી હતી. જોકે તે દરમિયાન બસની પાછળની સીટ ઉપર એક યુવક અને
યુવતી બેભાન હાલતમાં પડેલા હોવાનું કંડક્ટરના ધ્યાને આવતા આ બાબતે કંડકટરે પોલીસને
જાણ કરી હતી. પોલીસ સ્થળ ઉપર આવી બન્નેને સારવાર અર્થે સિવિલમાં ખસેડતા ફરજ ઉપરના
ડોક્ટરે બન્નેને મૃત જાહેર કર્યા હતા.

રવિવારે માંડવીથી અંબાજી જવા નીકળેલી એસ.ટી. બસ વહેલી સવારે
ડીસા ડેપો ખાતે આવી પહોંચી હતી.  તે
દરમિયાન બસના કંડકટરનું ધ્યાન બસની સીટ ઉપર બેભાન અવસ્થામાં પડેલા યુવક-યુવતી ઉપર
જતા તેને આ બાબતે પોલીસને ફોન કરતાં ઉત્તર પોલિસની ટીમ ડેપો ખાતે દોડી આવી હતી.
જ્યાંથી બન્ને યુવક-યુવતીન સીવિલ ખાતે ખસેડયા હતા. જો કે ફરજ ઉપરના તબીબે બન્નેને
મૃત જાહેર કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે મૃતકોના ઓળખ અંગે સામાનમાં તપાસ
કરતા યુવક વિપુલ અશોકભાઈ માજીરાણા ઉંમર ૨૨ વર્ષ અને યુવતી ખુશ્બુબેન રમેશભાઈ
માજીરાણાં ઉંમર ૧૭ વર્ષ બન્ને રહે.રાધનપુરના રહેવાસી હોવાની જાણ થઈ હતી. જોકે આ
યુવક અને યુવર્તી વચ્ચે પ્રેમ સબંધ હોઈ તેમને આ પગલું ભર્યું હોવાનું પોલીસ અનુમાન
લગાવી રહી છે. હાલમાં  પોલીસે અકસ્માતે
મોતનો ગુનો નોંધી બન્નેની લાશને પીએમ અર્થે ખસેડી આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે.

રાત્રે બે વાગ્યે યુવક-યુવતિ રાધનપુરથી બસમાં બેઠા હતા

આ બાબતે બસના કંડકટર જીગર પ્રજાપતિએ જણાવ્યું કે, શનિવારે સાંજે
માંડવીથી અંબાજી માટે બસ ઉપડી હતી. તે બસ રાત્રે બે વાગ્યેની આસપાસ રાધનપુર ખાતે
પહોંચી હતી. જ્યાંથી બે યુવક-યુવતી બસમાં બેઠા હતા. અને રવિવારે સવારે લગભગ ચાર
વાગ્યાની આસપાસ બસ ડીસા ડેપો ખાતે આવી હતી. 
તે દરમિયાન આ યુવક-યુવતી સીટ ઉપર બેભાન હાલતમાં જણાતા ૧૦૮ અને પોલીસને જાણ
કરી હતી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!