Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કોરોના મહામારીમાં પણ આર્થિક ઉપાર્જનના આશયથી, અમદાવાદમાં કોવિડ કચરાના નિકાલ પેટે કોન્ટ્રાકટરોને વધુ રકમ ચૂકવાઈ હોવાનો ઘટસ્ફોટ

On: January 23, 2022 11:46 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


અમદાવાદ,રવિવાર,23
જાન્યુ,2022

અમદાવાદ શહેરમાં માર્ચ-૨૦૨૦થી કોરોના મહામારીનો સમય ચાલી
રહ્યો છે.મહામારીના આ સમયમાં પણ મ્યુનિ.તંત્ર દ્વારા કોવિડ વેસ્ટનું કલેકશન કરી
તેને ડમ્પ સાઈટ સુધી પહોંચાડવાની કામગીરી કરતા કોન્ટ્રાકટરોને આર્થિક લાભ કરાવવાના
હેતુથી વધુ રકમ ચૂકવવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થવા પામ્યો છે.કોવિડ વેસ્ટના નિકાલની
કામગીરી માટે મોટા વાહનનો ઠરાવ કરવામાં આવ્યો હતો તેના બદલે કોન્ટ્રાકટરો દ્વારા
નાના વાહનો મોકલવામાં આવ્યા હોવા છતાં ૧૫ મહિનાના સમયમાં આ કામગીરી કરનારા
કોન્ટ્રાકટરોને નિયત રકમથી પણ વધુ રકમ ચૂકવાઈ હોવાનો ઘટસ્ફોટ થવા પામ્યો છે.

માર્ચ-૨૦૨૦ના બીજા સપ્તાહથી શહેરમાં કોરોના સંક્રમણ શરુ
થતાં મ્યુનિ.તંત્ર દ્વારા હોટલો ઉપરાંત હોસ્પિટલો
,કોવિડ કેર સેન્ટર તેમજ જે લોકો કોરોના સંક્રમિત થઈ હોમ
કવોરન્ટાઈન થયેલા હોય એવા લોકોના રહેઠાણ સહિતના સ્થળોએથી સ્પોટ ટુ ડમ્પ વેસ્ટ
કલેકશન માટે સોલિડ વેસ્ટની કામગીરી સાથે સંકળાયેલા વિવિધ કોન્ટ્રાકટરોને સ્પોટ ટુ
ડમ્પ વેસ્ટ કલેકશન માટેની કામગીરી સોંપી હતી.૨૩ જુલાઈ-૨૦૨૦ના રોજ મળેલી સ્ટેન્ડીંગ
કમિટીની બેઠકમાં કન્ટેઈન્મેન્ટ સ્થળોએથી ઉતપન્ન થતા બાયોમેડિકલ વેસ્ટના નિકાલ માટે
વેસ્ટ કલેકશનની કામગીરી કરતા કોન્ટ્રાકટરોને બાયોમેડિકલ વેસ્ટના નિકાલ માટે અલગથી
વાહનો પુરા પાડી કામગીરી કરવા માટે પ્રતિદિન વાહન દીઠ રોજના છ હજાર ઉપરાંત જીએસટી
સાથે કોવિડ વેસ્ટના નિકાલ માટે ઓછામાં ઓછા ત્રણ ફેરા કરવા એ પ્રકારનો ઠરાવ પસાર
કરાયો હતો.

માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માહિતી માંગનાર અંકુર સાગરે
પ્રતિક્રીયા આપતા કહ્યુ
,શહેરના
ત્રણ ઝોનમાં કોવિડ વેસ્ટના નિકાલ માટે મ્યુનિ.તંત્ર તરફથી આપવામાં આવેલી વિગત મુજબ
, ૧૫ મહિના  દરમ્યાન મધ્ય ઝોનમાં ૨૧ ,પૂર્વ ઝોનમાં ૩૧
અને ઉત્તર ઝોનમાં ૪૨ એમ કુલ મળી ૯૪ નાની ગાડીઓ દ્વારા કોન્ટ્રાકટરો એ  કોવિડ વેસ્ટનુ કલેકશન કરી નિકાલકર્યો
હતો.હકીકતમાં મ્યુનિ.તંત્ર નાની ગાડીઓ દ્વારા કરવામાં આવતા વેસ્ટ નિકાલ માટે  ૨૩૫૦ પ્રતિ વાહન એક દિવસના લેખે ચૂકવે છે.તેના
બદલે જે ગાડી સવારે કચરો લઈ જાય એ જ ગાડી ફરીથી કોવિડ વેસ્ટ કલેકશન માટે જાય આમ
છતાં પ્રતિ વાહન દીઠ ૪૧૫૦ ઉપરાંત છ હજાર રુપિયા જીએસટી સાથે  એમ મળીને કુલ ૧૨૭૩૦ રુપિયા પ્રતિ વાહન ચુકવાયા
છે.

મેડિકલ વેસ્ટ નિકાલ મામલે વિજિલન્સ તપાસ કરાવવા માંગણી
કરાશે

કોરોના મહામારીના સમયમાં કોન્ટ્રાકટરોએ મોટા વાહનને બદલે
નાના વાહનોનો ઉપયોગ મેડિકલ વેસ્ટને ડમ્પ સાઈટ સુધી પહોંચાડવા કર્યો હોવા છતાં
મ્યુનિ.તંત્ર તરફથી મોટી રકમના બીલોના પેમેન્ટ કરવામાં આવ્યા છે.આ બાબતમાં
વિજિલન્સ તપાસ કરાવવા માંગણી કરાશે એમ વિપક્ષનેતા શહેજાદ ખાન પઠાણે પ્રતિક્રીયા
આપતા કહ્યુ છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!