[ad_1]

વિદ્યાર્થીઓના સંપર્કમાં આવેલા 269ના સેમ્પલ
લેવાયા ઃ વેસુમાં એક જ પરિવારના ચાર સભ્યો સંક્રમિત થતા કલસ્ટર
સુરત,
સુરતમાં આજે પણ
કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો તેમાં પણ 28 વિદ્યાર્થીઓ કોરોના પોઝીટીવ હોવાનું બહાર
આવ્યું છે. મ્યુનિ. તંત્રએ કોરોના પોઝીટીવ
વિદ્યાર્થી આવ્યા છે તેમાંથી કેટલીક સ્કુલ બંધ કરાવી તો કેટલીક સ્કુલના ક્લાસ
બંધ કરાવ્યા છે. આ ઉપરાંત પોઝીટીવ આવનારા વિદ્યાર્થીના કોન્ટેક્ટ ટ્રેસીંગની કામગીરી
પણ સઘન બનાવી દીધી છે.
સુરત મ્યુનિ. વિસ્તારમા
આજે પણ કોરોનાના કેસમા ભારે ઉછાળો આવ્યો છે તેમાં અઠવા ઝોનમાં વેસુ વિસ્તારમા આવેલા
રત્નજ્યોત એપાર્ટમેન્ટમાં એક જ ઘરમાં ચાર વ્યક્તિઓ પોઝીટીવ આવતાં આ વિસ્તારને ક્લસ્ટર
જાહેર કરીને જાહેર જનતાના અવર જવર માટે પ્રતિબંધ ફરમાવવામા આવ્યો છે.
આ ઉપરાંત આજે શહેરની
જુદી જુદી સ્કુલના 28 વિદ્યાર્થીઓ પોઝીટીવ આવ્યા છે તેમાં એલ.પી. સવાણી ( પાલ), સુમન સ્કુલ ડિંડોલી, ડીપીએસ સ્કુલના બે વિદ્યાર્થી, પાંડેસરા પ્રાથમિક
સ્કુલ, એલ.પી.ડી. સ્કુલ પુણાના ત્રણ વિદ્યાર્થી, તાપ્તીવેલી સ્કુલના છ વિદ્યાર્થી,
મહેશ્વરી વિદ્યાલયના ત્રણ વિદ્યાર્થી, ભુલકા ભવન, ફાઉન્ટન હેડ, પીપી સવાણી કાપોદ્રા
ના બે વિદ્યાર્થી, તક્ષશિલા સ્કુલ, ગુરૃકૃપા સ્કુલ ઉધના, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની
સ્કુલ વસ્તાદેવડી રોડ, સેવન્થ ડે સ્કુલ જેવી સ્કુલ- કોલેજમાં કેસ નોંધાયા છે.
જે સ્કુલ- કોલેજમાં વિદ્યાર્થીઓ
પોઝીટીવ આવ્યા છે તે પૈકી એલ.પી. સવાણી પાલ, સુમન સ્કુલ ડિંડોલી, પાંડેસરા પ્રાથમિક
શાળા, એલ.પી.ડી. સ્કુલ પુણા, તાપ્તીવેલી સ્કુલ,
ફાઉન્ટેન હેડ, તક્ષશિલા સ્કુલ, ગુરૃ કૃપા સ્કુલ ઉધનાને બંધ કરાવી દેવામાં આવી છે. જ્યારે ભુલકા ભવન, પીપી સવાણી કાપોદ્રા, વસ્તા દેવડી
રોડ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા, સેવન્થ ડે સ્કુલ, જીડી ગોયેન્કા સ્કુલ, ડીપીએસ
સ્કુલ, મહેશ્વરી વિદ્યાલય, જીવન ભારતી જેવી સ્કુલના ક્લાસ બંધ કરાવવામાં આવ્યા છે.
આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ પોઝીટીવ આવ્યા છે તેના સંપર્કમાં આવનારા ૨૬૯ જટેલા વિદ્યાર્થીના
કોન્ટેક્ટ ટ્રેસ કરીને સેમ્પલ લેવામા આવ્યા છે
[ad_2]
Source link






